છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોંચ્યા. કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા રાજ્યની ભાજપ સરકાર અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પર આકરા પ્રહાર કર્યા હતા. વિરોધ પક્ષના નેતા સુખરામ ભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભાની ત્રણે બેઠકો જીતવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. નસવાડી ખાતે જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાહેર થતા તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે.ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા નસવાડી ખાતેથી રાજ્યની ભાજપ સરકાર અને ગુજરાત ભાજપના સી.આર.પાટીલ પર આકરા પ્રહાર કર્યા આ રેલી કવાંટ તાલુકામાંથી નસવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો. નસવાડીમાં આવી પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા નસવાડી ખાતે આવી પહોંચતા. કાર્યકરો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. સંખેડા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું સ્વાગત કર્યું. સભામાં ઉપસ્થિત વિરોધ પક્ષના નેતા સુખરામ ભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભા બેઠકો જીતવા માટે કાર્યકરોને આહવાન કર્યું જ્યારે
રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ ડબલ એન્જીનની સરકારને નિષ્ફળ સરકાર ગણાવી. નસવાડી તાલુકો સંખેડા વિધાન સભામાં આવે છે.સંખેડા વિધાન સભા હાલમાં ભાજપ હસ્તક છે..કોંગ્રેસ આ બેઠક પરત કોંગ્રેસના કબ્જામાં મેળવવા માટે કોંગ્રેસ સક્રિય થઈ છે..સંખેડા વિધાન સભામાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રી પાખીયો જંગ જામશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


