Gujarat

નસવાડી તાલુકાના લિંડા ગામના તળાવ પાસે જંગલની વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા 40 લાખના ખર્ચે 1 લાખ સ્કવેર ફૂટની જગ્યામા કચ્છના રણમા ભૂગાર ગણાતું ટેન્ટ અને ડાંગના બમ્બુનુ ઝૂંપડુ અને આદિવાસી સંસ્કૃતિના કાચા ઝૂંપડા બનાવવામાં આવ્યા

 છોટાઉદેપુર જીલ્લાના  નસવાડી તાલુકામા પ્રથમ વાર પ્રવાસન વિભાગે લિંડા નજીક આવેલ તળાવ પાસે જંગલની વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા આદિવાસી વિસ્તારમા ગામડાઓ હોય છે તે રીતના લિંડા ગામે એક ગામ બનાવવામા આવ્યું છે આ ગામમા પ્રવાસીઓને  રહેવાની સગવડ સાથે ઉભું કરવામા આવ્યું છે આ ગામમા કચ્છના રણના ભૂગાર જેવા 5 જેટલાં કાચા ઝૂંપડા (ટેન્ટ) બનાવવામાં આવ્યા છે જયારે છોટાઉદેપુર જીલ્લાના આદિવાસી વિસ્તારના કાચા ઝૂંપડા આવે છે તેવા ઝૂંપડા પણ બનાવવામા આવ્યા છે  તે ઝૂંપડાની ભીંત ઉપર પીઠોરાના ચિત્રો દોરવામા આવ્યા છે જયારે ડાંગ વિસ્તારમા વાસના બમ્બુ ના ઝૂંપડા હોય છે તે રીતના વાસના બમ્બુના મકાન બનાવવામાં આવ્યા છે જયારે લગ્ન પ્રસંગ નુ નાનું ગ્રાઉન્ડ બનાવવામા આવ્યું છે અને સાઉન્ડ સિસ્ટમ લગાવવામા આવ્યું છે જુના જમાનામા ગામડાઓમાં જે રીતે સજાવતા હતા તે રીતના હાલ લિંડા ખાતે ગુજરાત પ્રવાસણ વિભાગ દ્રારા કેન્દ્ર સરકાર ની યોજનામાંથી પ્રવાસીઓને રહેવાની સુવિધા સાથે ગામડુ બનાવવમાં આવ્યું છે આ ગામડામાં બળદ ગાડું દુધારાપશુ સસલા બતક તેમજ તાંબાના વાસણો અને ફાનસ જેવી જુના જમાનાની જેમ અલગ અલગ વસ્તુઓ મુકવામાં આવી છે  આ જગ્યા પસંદ કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ એછેકે નર્મદા ડેમ ફરવા આવતા પ્રવાસીઓ લિંડા ખાતે પણ પ્રવાસીઓ આવે તેવો સરકારનું પ્રયાસ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *