નસવાડી ના ડુંગર વિસ્તાર મા પાકા રસ્તા શુ તે હજુ ગ્રામજ્નો એ જોયા નથી. પરતું સ્થાનિક ધારાસભ્ય અભેસિંહ તડવી એ ડુંગર વિસ્તાર ના પાકા રોડ બને માટે સરકાર મા રજુઆત કરી ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના મા પાકા રોડ મજૂર થયા છે.જેમાં હાલ ખોખરા થી ડબ્બા નો અંદાજીત 2 કીમી થી વધુ લંબાઈ નો રોડ બની રહ્યો છે.તેમાં ડામર ના બી એસ જી ની કામગીરી પેવર થી ચાલી રહી છે.જેમાં નીચે ટેક કોટ ડામર નાખવાનો હોય છે.અને કામગીરી કરવાની હોય છે.પરતું ગ્રામજનો એ આ કામગીરી જોતા ફક્ત પેવર પર ટ્રકો માલ ભરી આવી ને લાગે અને ફટાફટ કામગીરી કરાઈ રહી છે.નું જણાવી રહ્યા છે.જે ડામર રોડ નો પહેલો લિયર નાખવામા આવ્યો છે.તેમાં નીચે માટી છે.સફાઈ થઈ નથી અને ગ્રામજનો કરેલ કામગીરી હાથ થી ઉખાડી ને રોડ નીચે ફક્ત ધૂળ માટી હોય ઉડાડી વિરોધ કર્યો છે.આઝાદી ના વર્ષો બાદ ડુંગર વિસ્તાર ના નવીન બનતા પાકા રસ્તા બાબતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને નસવાડી આર એન્ડ બી વિભાગ ના અધિકારી ઓ ધ્યાન ન આપતા કામગીરી ની ગુણવત્તા પર પ્રશ્ન ગ્રામજનો એ ઉઠાવી વિરોધ કર્યો છે.
બીજી બાજુ કોંગ્રેસ ના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ એ બુલડોઝર ભ્રસ્ટાચાર આ ભાજપ ની સરકાર મા ચાલે છે. કોઈ જોવા વાળું સાંભડવા વાળું નથી બે દિવસ મા બે કિલોમીતર ના રોડ બની જાય એવકામ કેવું
વિધાનસભા ની ચૂંટણી આવે છે એટલે રાતો રાત આ રોડ બનાવાઈ રહ્યા છે એટલે ફાવે તેવું કામ નો માજી ધારાસભ્ય આક્ષેપ કર્યો છે જયારે સખેડા વિધાનસભા ના હાલ ના ધારાસભ્ય અભેસીહ તડવી સતત્ત તેઓ ની રજુઆત થી ડુંગર વીસ્તાર ના પાકા રસ્તા આઝાદી બાદ મજુર થયા છે અને હાલ તે બની રહ્યા હોય તેઓ જાતે મુલાકત કરશે અને નીતી નીયમ મુજબ નું કામ હશે તો વિજીલન્સ તપાસ માગીશું અને ગમે તે હોય એને છોડવામાં નય આવે રોડ તો વર્ષો પછી બની રહ્યા છે એટલે સારા જ બનશે આ 108 એમ એલ એ જાગે જ છે અને સારી કામગીરી કરાવશે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર