ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એસ.બી.વસાવા સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંક્લનમાં રહી નાસ્તા ફરતા આરોપી તથા લાલશાહીમાં દર્શાવેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય અને આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ માણસો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નસવાડી પોલીસ સ્ટાફને બાતમી હકીકત મળેલ કે નસવાડી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૭૨૨૦૨૯૭/૨૦૨૨ ધી પ્રોહી એકટ કલમ ૬૫(એ) (ઇ), ૯૮(૨) મુજબના ગુનાના કામે છેલ્લા માસથી નાસ્તો ફરતો આરોપી જીગરભાઇ વાનજીભાઇ ડુ.ભીલ નાઓ મોટરસાયકલ લઈ પોતાના ગામ કુકરદાથી કંકુવાસણ ચોકડી થઈ ડભોઇ તરફ જવાનો છે તેવી ચોકકસ બાતમી હકીકત આધારે પોલીસ માણસો સાથે કંકુવાસણ ચોકડી પાસે સદરી ઇસમની વોચમાં હતા તે દરમ્યાન થોડીવારમાં સદરી બાતમી હકીકતવાળો ઇસમ મોટરસાયકલ લઇ આવતા તેને પકડી પાડી તેની પુછપરછ કરતા તે જીગરભાઇ વાનજીભાઇ ડુ.ભીલ રહે.કુકરદા તા.નસવાડી જી.છોટઉદેપુર નાઓ હોવાનું જણાવેલ હોય અને સદરી ઇસમ ઉપરોકત ગુનામાં છેલ્લા છએક મહીનાથી નાસ્તો ફરતો હોય જેથી સદરી ઇસમને ગુનાના કામે અટક કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


