આજે તારીખ.૧૬/૦૨/૨૦૨૨ ના બેક ઓફ બરોડા મોટી કુંકાવાવ શાખા તથા નાની કુંકાવાવ ગ્રામ પંચાયતના સહીયારા સહયોગથી નાની કુંકાવાવ ગામે નાણાકીય સાક્ષરતા બાબતે ગામના તમામ ખેડુત મિત્રો તથા અન્ય નાગરિકો ને નાણાકીય સાક્ષરતા બાબતે પ્રથમ નાણાકીય પરામર્શક શ્રી આર.એ. સોલંકી સાહેબ તથા નાબાર્ડ ના ડી.ડી.એમ.શ્રી જીગ્નેશ ઝાલા સાહેબ તથા લીડ બેંક ના મેનેજર શ્રી ગેહલોત સાહેબ તથા ગ્રામીણ સ્વરોજગાર ટ્રેનીગ સંસ્થા ના ડિરેકટર શ્રી મેધાણી સાહેબ તથા કુંકાવાવ બેંક ઓફ બરોડા ના મેનેજર શ્રી પંકજ ચોહાણ સાહેબ તથા બેંક ઓફ બરોડા રિજયોનલ ઓફિસ એફ.એલ. ડિપાર્ટમેન્ટ થી ઓફિસર હરકિશન ભાઈ તથા ગામ ના મુખ્ય આગેવાન એવા સરપંચ શ્રી ની હાજરી મા ગામના તમામ ખેડુત મિત્રો તથા અન્ય ની ઉપસ્થિત મા બેક તથા સરકાર શ્રી તરફથી મળતી તમામ પ્રકારની સુવિધા જેવીકે ખેતી પર મળતુ ધીરાણ.પશુપાલન ની લોન. ગોલ્ડ લોન.પર્સનલ લોન. તત્કાલ લોન વિગેરે એવમ્ સરકાર શ્રી તરફથી સામાજિક કલ્યાણ યોજનાઓ કે અંતર્ગત સુ કન્યા સમરૂધ્ધિ યોજના.વ્હાલી દીકરી યોજના.પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના.પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના બાબતે વિગતવાર માહિતી આપી સમજાવેલ. વર્તમાન સમયમાં રિઝર્વ બેંક દ્વારા મનાવવામાં આવતા પખવાડિયા નાઅનુસંધાને Go DIGITAL Go SECURED ના પોસ્ટર ની સાથે લાભ તથા હાની વિશે વિસ્તૃત માહિતી આપેલ એન્ટી મની લોન્ડરીંગ ની સમજણ આપી અને DO OR Don’t ના પોસ્ટર સાથે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવેલ હતી તથા ઉપસ્થિત તમામ નાગરિકો દ્વારા સર્વે અધિકારી ઓનો આભાર માન્યો હતો
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ

