શ્રી કાર્તિકભાઈ બાવીસી ( બોમ્બે સ્ટોક એકસચેન્જ ) કોવિદના બે વર્ષના સમય દરમ્યાન દેશની મહિલાઓએ નાણા રોકાણ કરવામા અગ્રસ્થાન પ્રાપ્ત કરેલ છે . કું . પૂર્વિબેન દવે ( કંપની સેક્રેટરી ) સીકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા ( સેબી ) , મુંબઈ દ્વારા જામનગર મુકામે આયોજીત નાણા રોકાણકારોને જાગૃત્ત કરવાના એક દિવસીય સેમીનારનું ઉદઘાટન કરતા ચેમ્બર ઓફ કોમર્સ , જામનગરના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ સંબોધન કરતા જણાવેલ હતું કે , ” જામનગરના મોટાભાગના નાણા રોકાણકારો શેર વ્યવસાય અને શેર માર્કેટ સાથે સંકડાયેલા છે . જેથી આ સેમીનાર જામનગરની જનતા માટે પ્રે૨ણા અને પ્રોત્સાહન આપે છે . આવા સરસ આયોજન કરવા બદલ હું શ્રી નિખીલભાઈ ભટ તથા ” માવાણી દંપતિ ” ને અભિનંદન સાથે જામનગરની જનતા વતી આવકારૂ છું . ” અગ્રણી સામાજીક યુવા કાર્યકર અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખશ્રી જીતુભાઈ લાલે વિશાળ સંખ્યામા ઉપસ્થીત રોકાણકારોને સંદેશો આપતા જણાવેલ હતું કે , ” શેર બજારમા રોકાન્ન કરતા પહેલા રોકાણકારોએ નિયમો અને કાયદા સંબધે પુરતો જ્ઞાન પ્રાપ્ત કરવો જરૂરી છે . કેપીટલ માર્કેટમા પારકી સલાહ ઉપર ચાલસો તો રોવાનો વારો આવશે . ” નાણા રોકાણકારોને ઉમદા સલાહ આપતા યુવા મહિલા કંપની સેક્રેટરી કું . પૂર્વિબેન દવેએ જણાવેલ હતું કે , ” કોવિદ સમય દરમ્યાન મહિલાઓએ યેન – કેન પ્રકારે બચત કરી નાછા રોકાણ કરવામા પુરૂષોને પાછળ રાખી દિધા છે . મહિલા જાગૃત્તિનું આ ઉમદા ઉદાહરણ છે . કુટુંબને સર્વાંગીં રીતે બચાવી લેવાની જવાબદારી મહિલાઓએ સંભાળી છે . ત્યારે ખર્ચમા કરકસર કરીને બચત કરવા બદલ દેશની મહિલાઓને હું અભિનંદન પાઠવું છું . ” કેપીટલ માર્કેટના જાણીતા સલાહકાર શ્રી નિખીલભાઈ ભટ પાવર પોઈન્ટ પ્રેઝેટેસન દ્વારા લંબાણપુર્વક સંબોધન કરતા જણાવેલ હતું કે , ” કેપીટલ માર્કેટના રોકાણ આપઘ્રા સૌના ભવિષ્યને સર્વાર્ગી રીતે સલામત બનાવી શકે છે . બાળકના જન્મથી તેમના સુખી સંસાર માટે આર્થિક બચતની વ્યવસ્થા કરવી જરૂરી છે . વર્તમાન સમયમા વડીલોને ભોગવવી પડતી હાડમારીથી આપણને સૌને ઉપદેશ મળે છે કે આપણી વૃધ્ધા અવસ્થાને સલામત બનાવી હોય તો બચત કરો અને સલામત જગ્યાએ રોકાણ કરો . ” સેમીનારમા વિષય નિષ્ણાંતો શ્રી ઐબ્રિકભાઈ મહેતા , શ્રી મુગટભાઈ શાહ , શ્રી દર્શનભાઈ ઠકકર , શ્રી અશોકભાઈ કોયાણી , શ્રી વિરલભાઈ પીપળીયા , શ્રીમતિ રમાબેન માવાણી , શ્રી રામજીભાઈ માવાન્ની વિગેરે મહાનુભાવોએ પ્રસંગોચીત માર્ગદર્શન આપેલ હતું . – :: તસ્વીરની વિગતો – ઉદઘાટન સમારોહની તસ્વીરમા ડાબેથી જમન્ની તરફ શ્રી કાર્તિકભાઈ બાવીસી , શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા , શ્રી વિરલભાઈ પીપળીયા , કું . પૂર્વિબેન દવે , શ્રીમતિ રમાબેન માવાણી , શ્રીમતિ જયશ્રીબેન ચૌહાન્ન , શ્રી નિખીલભાઈ ભટ , શ્રી જીતુભાઈ લાલ , શ્રી દર્શનભાઈ ઠકકર , શ્રી ઐબ્રિકભાઈ મહેતા વિગેરે નજરે પડે છે .

નાણા રોકાણકારોના સંપુર્ણ રક્ષણની જવાબદારી સીકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયાએ સંભાળેલ છે
રીપોર્ટર ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

