Gujarat

નિભોરા ગામે પિતાએ પુત્રને ઘોડાને હાઈવે ન લઈ જવાનું કહેતા પુત્રએ આત્મહત્યા કરી

કુકરમુંડા
તાપીના કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના રહેવાસી સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલ (ઉ.વ.૧૯) ગત તારીખ ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ તેમના પિતા પ્રકાશભાઇ ધર્માભાઈ પાટીલ દ્વારા તેમના પાળેલા ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્ર સંદિપભાઇના મનમાં ખોટુ લાગી આવતા ઘરેથી મોટર સાઇકલ લઈને નીકળી ગયેલ અને હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીના ઉંડા પાણીમાં કૂદી જતાં ડુબી ગયો હતો. જેનો મૃતદેહ કુકરમુંડાના જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નદીના પાણીમાં મળી આવ્યો હતો. ઘટના અંગે મરણ જનારના પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના રહેવાસી ૧૯ વર્ષીય યુવકને તેમના પિતા દ્વારા પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્રને મનમાં ખોટું લાગી આવતા પોતના ઘરેથી બાઈક લઈને નીકળી અને હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકીને પુલ ઉપરથી તાપી નદીના પાણીમાં છલાંગ લગાવી હતી, જે યુવકનો મૃતદેહ બે દિવસ પછી જુના આશ્રાવા ગામની સીમમાં તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *