Gujarat

નિસ્વાર્થ ભાવે કરાતી એક સેવા. શ્રી  સ્વામિનારાયણ ગુરૂકૂળ સાવરકુંડલામાં આજરોજ નેત્રનિદાન કેમ્પ યોજાયો. આ કેમ્પ ના યજમાન દાતા શ્રી અ. ની. નવીનચંદ્ર પરમાણંદદાસ રવાણી, ગ. સ. કુસુમબેન નવીનચંદ્ર રવાણી, હ. ચંદ્રેશભાઈ નવીનચંદ્ર રવાણી પરિવાર સાવરકુંડલા. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૩/૬/૨૦૨૨ ના રોજ ૩૦૪ માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિરનગર આઇ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ  ડોકટરો દ્વારા ૧૪૬  જેટલા મોતિયાના દર્દીઓ* ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૨૪ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી.અને જે દર્દીઓને ચશ્મા અથવા દવાઓની જરૂર હતી એમને વિનામૂલ્યે સંસ્થા દ્વારા ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી.*
 આ નેત્રકેમ્પના યજમાન –
અ.ની. નવીનચંદ્ર પરમાનંદદાસ રવાણી‌‌ (માજી સાંસદ)
ગ.સ. કુસુમબેન નવીનચંદ્ર  રવાણી‌‌
હસ્તે. ચંદ્રેશભાઇ નવીનચંદ્ર રવાણી‌‌ પરિવાર  (સાવરકુંડલા ) રહ્યા હતા
આમ પણ આંખની રોશની દ્વારા જ આપણે ઈશ્ર્વરના દર્શનનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આ કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંતોની નિશ્રામાં આ પ્રસંગે ચંદ્રેશભાઈ રવાણી સમેત સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણી નરેશભાઈ વણઝારા, રઘુવંશી સમાજના હસુભાઈ સૂચક, હિતેશ સરૈયા, અશ્વિનભાઈ સાગર વગેરે આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220603-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *