અમદાવાદ
રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષમાં જાેડાવવાના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસમાં નેતાઓની નારાજગી વચ્ચે હવે પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જાેડાઈ રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવી આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબસિંહ યાદવ, આપના નેતા ઇસુદાન ગઢવીની હાજરીમાં તેઓએ આમ આદમીનો ખેસ અને ટોપી પહેરી હતી. આ સાથે ૧૦ જેટલા હોદ્દેદારો અને આગેવાનો તથા તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આપમાં જાેડાયા હતા. નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. ૨૭ વર્ષથી અહંકારી સરકાર રહી છે. મહિલા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણમાં કંઈ જ એવું નથી સરકારે કર્યું હોય. નવી ઇનિંગ શરૂ કરું છું, જ્યાં નવું ગુજરાત જેમાં સુરક્ષા, શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઉભી થાય એમાં જાેડાઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આજે ૨૭ વર્ષ સુધી વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. છેલ્લી ઘડીએ જીતનારાને બદલી દેવામાં આવતા હતા. ૨૦ સીટો જીતવા લાયક હતી જે પાર્ટીએ જીતનારાને ન આપી અને હારી ગયા. કૈલાશ ગઢવી, પૂજા શર્મા અને એચ.કે ડાભીનું સ્વાગત કરું છું. આવનારા મહિનામાં કે ગમે ત્યારે ચૂંટણીના પડઘમ દેખાય છે. દિવસ રાત પાર્ટીના કાર્યકર્તા લોકોને મળી સંગઠન બનાવી રહ્યા છીએ. જેઓ ગુજરાતની જનતા માટે સારું ઈચ્છતા આમ આદમી પાર્ટી સાથે જાેડાઈ રહ્યા છીએ અને હજી જાેડાશે. કોંગ્રેસ હોય કે ભાજપના જે પણ કાર્યકર્તા જેઓ ગુજરાતમાં સારું શિક્ષણ, વીજળી ઈચ્છે છે. તેઓને આહવાન છે કે આમ આદમી પાર્ટીમાં જાેડાય. ધો. ૭નું પેપર ચોરાઈ ગયું હવે સરકાર પેપર પણ બચાવી શકતી નથી. પેપરલીક નવું નથી. સરકાર જ લીક છે. પાર્ટીમાં જાેડાતા પહેલાં કૈલાશ ગઢવીએ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ બાઇક રેલી સાથે ૧૦૦ વધુ કાર્યકર્તાઓ સાથે ગાંધીઆશ્રમ સિલ્વર હોટલ સિલ્વર કલાઉડ ખાતે આપના નેતાઓની હાજરીમાં જાેડાયા હતા. આ અગાઉ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી. ટિ્વટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો. સમગ્ર ટિ્વટ પર તો તેમણે લખ્યુ હતું કે, સત્તા મેળવવા કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી સૌથી વધુ નુકસાન જમીન સાથે જાેડાયેલા તે કાર્યકર્તાઓ થાય છે. જે દિવસ રાત મહેનત કરે છે.
