Gujarat

નેનપુરની શાળામાં બચાવવા પડેલ વિદ્યાર્થીને છરી વાગતા ફરિયાદ નોંધાઈ

નડિયાદ
આજકાલ યુવાધનને શું થયું છે શાળામાં પણ ચપ્પુ, છરી લઈને જાય છે. શાળામાં ઝઘડાના બનાવમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં બચાવવા પડેલ વિદ્યાર્થીને છરી વાગી. મહેમદાવાદ તાલુકાના નેનપુર સ્કુલમાં રીસેસમાં ઝઘડી રહેલા બે વિદ્યાર્થીઓને છોડાવવા વચ્ચે પડેલ કિશોરને છરી મારી ઘાયલ કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રીસેસ દરમિયાનમાં ઝઘડી રહેલા વિદ્યાર્થીઓને છોડાવવા પડ્યા હોવાની રીષ રાખી કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરે દફતરમાંથી નાની છરી કાઢી ૧૪ વર્ષીય કિશોરને મારી હતી. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. નેનપૂર જલારામ મંદિર સામે રહેતા ફુલાભાઇ જાદવનો પૌત્ર ઉં,૧૪ ગામમાં આવેલી વિનયમંદિરમાં ધો-૯ માં અભ્યાસ કરે છે. તા.૨૦ જૂલાઇના રોજ નિત્યક્રમ મુજબ ફુલાભાઇનો પૌત્ર સ્કુલમાં અભ્યાસ કરવા માટે ગયો હતો. શાળામાં રીસેસ પડતા સ્કુલના બાળકો રીસેષમાં ગયા હતા. આ સમયે ફુલાભાઇનો પૌત્ર પણ ગયો હતો તે સમયે શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓ કોઇ વાતને લઇ ઝઘડી રહ્યા હતા જેથી ફુલાભાઇનો પૌત્ર છોડાવવા ગયો હતો જે વાતની રીષ રાખી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તેના દફતરમાંથી નાની છરી કાઢી ફુલાભાઈના પૌત્રને ડાબા હાથે કોણી નીચે મારતા લોહી નીકળવા લાગતા તે સ્કુલના શિક્ષક પાસે ગયો હતો જેથી શિક્ષક ઘવાયેલ ફુલાભાઇના પૌત્રને તાત્કાલિક સારવાર અર્થે નેનપૂર ચોકડી પર આવેલ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ શાળાના શિક્ષકે ઘવાયેલ કિશોરના પિતાને કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ફુલાભાઇ આત્મારામ જાદવની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શાળામાં બપોરના દોઢેક વાગ્યાના અરસામા રિસેસ પડી હતી તે દરમિયાન બે બાળકો સામાન્ય બાબતમાં ઝઘડતા હતા. તે સમયે અન્ય એક કિશોર છોડાવવા જતાં અન્ય કિશોરે છરીથી હુમલો કર્યો હતો, બાળમાનસ છે જેથી ઉશ્કેરાઇ જઇ આવેશમાં આવી પગલું ભર્યું હતુ. નેનપુરની વિનયમંદિર સ્કૂલમાં બાળકોના સામાન્ય ઝઘડામાં છરીથી હુમલો કરવાના કેસમાં પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે બાળકના માતા-પિતાને બોલાવી નોટિસ આપવામાં આવશે, ત્યારબાદ જુવેનાઇલ કોર્ટમાં કિશોરને રજૂ કરવામાં આવશે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *