Gujarat

નેશનલ ગેમ્સમાં મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન થાય એવા સંકલ્પ સાથે નેશનલ ગેમ્સમાં રમીશ. એમ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામના તીરંદાજ ભીંગાભાઈ ભીલે જણાવ્યું હતું.  

છોટાઉદેપુર

આગામી તા.૨૯મી સપ્ટેમ્બર થી૧૨ મી ઓક્ટોબર દરમિયાન રાજ્યના છ મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાનારા વિવિધ સ્પર્ધાઓમાં દેશભરમાંથી સાત હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. જેમાં ગુજરાતમાંથી પણ વિવિધ રમતો માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ગુજરાતની તીરંદાજ ટીમમાં છોટા ઉદેપુર જીલ્લાના છ ખેલાડીઓની નેશનલ ગેમ્સ માટે પસંદી કરવામાં આવી છે.
આ છ પૈકી કંવાટ તાલુકાના ભૂંડમારિયા ગામના ભીન્ગાભાઈ ભીલનો પણ સમાવેશ કરાયો છે. વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જીલ્લાનો કંવાટ તાલુકો ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવે છે. તીરકામઠું તો અહીના આદિવાસી સમાજનું આભિન્ન અંગ છે. અહીના આદિવાસી બાળકોને તીરાન્દાજીની કલા વારસામાં મળેલ છે.
ભીલ સમાજના ભીન્ગાભાઈ કે જેઓની ગુજરાત તીરંદાજીની ટીમમાં સ્થાન મળ્યું છે તેઓએ પણ આદિવાસી ભીલ સમાજમાંથી આવે છે.
માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી નેશનલ ગેમ્સમાં મેડલ મેળવી રાજ્યનું નામ દેશભરમાં ગુંજતું કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. પોતાની સફળતાનો શ્રેય ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ યોજવામાં આવતી ખેલ મહાકુમ્ભ પ્રતીયોગીતાને આપતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રતિ વર્ષ યોજવામાં આવતી ખેલ મહાકુંભ ની સ્પર્ધામાં ભાગ લઈ મેં ૪ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલો મેળવ્યા છે. તીરંદાજી અમારા વિસ્તારની પરંપરાગત રમત મનાય છે. તીર કમઠા વગર આદિવાસી સમાજની કલ્પના કરી શકાય તેમ નથી એમ જણાવી તેમણે મને નેશનલ ગેમ્સમાં પ્રતિનિધિત્વ કરવા મળ્યું છે એ આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે.
વધુ વાત કરતા તેમને જણાવ્યું હતું કે આગામી નેશનલ ગેમ્સની સ્પર્ધાઓને ધ્યાનમાં રાખી અમારી તીરંદાજીની ટીમને હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ ખાતે તાલીમ આપવામાં આવી રહી છે. જેનાથી અમારા આત્મવિશ્વાસ પ્રબળ બન્યો છે. એમ જણાવી તેમને નેશનલ ગેમ્સમાં મેડલ મેળવવા માટે આશાવાદી હોવાનું જણાવ્યું હતું.
આશા રાખીએ કે આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભીન્ગાભાઈ સહીત ગુજરાતના તમામ ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં ઝળહળતી સફળતા મેળવી મેડલો મેળવે તેવી શુભેચ્છા પાઠવીએ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *