Gujarat

પંચમહાલમાં ખોળામાં જમી રહેલી પાંચ વર્ષની બાળકીનો શિકાર કરી દીપડો ભાગી ગયો

પંચમહાલ
ઘોઘંબા તાલુકાના વાવ કુલ્લી ગામે માનવભક્ષી દીપડાના આતંકે ત્રાસ વરતાવ્યો છે. ફરી એકવાર પોતાની માતાના ખોળામાં જમી રહેલી પાંચ વર્ષની બાળકીનો શિકાર કરી દીપડો ભાગી ગયો હતો. બાળકીને બચાવવા માટે તેની દાદીએ ખેતરના ત્રણ વાડા કૂદી તેને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ ખૂનખાર દીપડો બાળકીને ઉઠાવી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ ઘોઘંબા રેન્જ ફોરેસ્ટ વિભાગને અને દામાવાવ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગ દ્વારા પાંચ વર્ષની બાળકીની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો પત્તો મળ્યો નથી, જેને પગલે પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાયો હતો. મારી પાંચ વર્ષની છોકરી ઘરમાં પોતાની માતાના ખોળામાં મકાઈના ડોડા ખાતી હતી. ત્યારે મારી છોકરીએ એમ કીધું કે મને ભૂખ લાગી છે, તેથી હું બીજા રૂમમાં તેની માતાના ખોળામાં તેને મૂકી ખાવા લેવા માટે ગઈ હતી. એટલામાં એક ખૂનખાર દીપડો ઘરમાં ઘૂસી તેની માતાના ખોળામાં કૂદકો મારી મારી પાંચ વર્ષની બાળકીને મોંમાં લઈને ભાગ્યો હતો. હું મારી બાળકીને બચાવવા માટે ખેતરના ત્રણ વાડા કૂદી ગઈ અને તેને પરત લાવવાની કોશિશ કરી, પરંતુ દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે પરિવારના લોકો રુદન સાથે આક્રંદ કરી રહ્યા હતા કે અમે શું કરીએ, ક્યાં જઈએ? કંઈ ખબર નથી પડતી. એમ કહી તેઓ વલોપાત કરી રહ્યા હતા. હાલમાં વન વિભાગ દ્વારા બાળકીને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *