Gujarat

પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કલેકટરને રજૂઆત કરાઈ

પંચમહાલ
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે અનુસુચિત જાતિ સમાજના લોકો દ્વારા બિલ્ડર યુવાનને થઈ રહેલા અન્યાયના વિરોધમાં અને કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ડેરોલ સ્ટેશન રોડની બન્ને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. દલિત સમાજના યુવાને નાના સરખા ટુકડાના ભાગમાં બાંધકામ કરી ત્યાં બિલ્ડિંગ બાંધી હતી અને ત્યાં લગભગ અઢાર જેટલા બિનઅધિકૃત બાંધકામ ન દેખાયા પણ આ દલીલ સમાજ દ્વારા બનાવેલું આ બાંધકામ નજરમાં આવી ગયું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેને તોડવાનો હુકમ કરી તેને તોડવાનો પ્રયાસ કરાવી રહ્યા છે. આમ શીડયૂલ કાસ્ટ કોઈ પણ રીતે ભણતરમાં, આર્થિક રીતે આગળ આવી જાેઈએ નહીં અને આ રીતે અમને અન્યાય ન થાય તે માટે આ કેસમાં અમને પૂરેપૂરો ન્યાય મળે તે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર મારફતે રજૂઆત કરવામાં આવ્યા હતા. ત્યારે દલિત સમાજના અગ્રણી કે.પી વાઘેલાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા બંધારણીય નિયમથી કામ લેવામાં આવશે એવો અમને વિશ્વાસ છે, પરંતુ જાે એકને ખોળ અને બીજાને ગોળ એ નીતિ હશે તો આગમી સમયે આમરી પાસે ઘણી રણનીતિ છે. પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિના વ્યવસાયીઓ કોન્ટ્રાક્ટર બિલ્ડરો વગેરે કહેવાતા સવર્ણ દ્વારા સામાજિક અસમાનતા અને કિન્નાખોરી રાખી ધંધા વ્યવસાયમાં આર્થિક નુકસાન કે બરબાદ કરવાના પ્રયાસો કાવતરાઓ અને થઈ રહ્યા છે સમાજના વ્યકિતઓને આવો અન્યાય ન થાય તે માટે અન્યાયકર્તાઓના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ અને વડોદરાથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *