ગિરગઢડા
ભરત ગંગદેવ.
અખિલ ભારતીય કોળી સમાજ ના રસિક ચાવડા એ કલેકટર પંચમહાલ અને યાત્રાધામ વિકાસ બોર્ડ ને પત્ર લખી જણાવયુ કે લાખો લોકોનો શ્રદ્ધા નું સ્થાનક પંચમહાલ જિલ્લાનું હાલોલ તાલુકા નું માં કાલિકા નું મંદિર પાવાગઢ માં છે. ત્યાં પાર્કિંગ એજન્સી દ્વારા બેફામ પે એન્ડ પાર્કિંગ ચાર્જ વસૂલવા માં આવે છે. આપવામાં આવતી પાર્કિંગ પાવતી માં પણ કોઈ જાત ની વિગત આપવામાં આવતી નથી, સાદી પાવતી આપવામાં આવે છે.પાવતી માં નથી એજન્સી ધારક નું નામ કે નથી જીએસટી નંબર કે નથી કોઈ અન્ય વિગત અને માત્ર સાદી પાવતી આપી ગેરકાયદેસર ઉઘરાણું કરવા માં આવતું હોય એવી આશંકા છે.
રસિક ચાવડા એ માહિતી અધિકાર અધિનિયમ અન્વયે જિલ્લા પંચાયત પંચમહાલ પાસે માગતા પંચમહાલ માર્ગ અને મકાન વિભાગ( પંચાયત) દ્વારા એવો જવાબ આપવા માં આવ્યો કે પાવાગઢ ધામ (માચી) ખાતે પે અને પાર્કિંગ નું હાલ જિલ્લા પંચાયત પંચમહાલ ની કોઈ ટેન્ડર કરેલ નથી.
આ પે એન્ડ પાર્કિંગ ના ઉઘરાવતા એજન્સી ધારક ની તપાસ કરવા માં આવે. અને સરકાર શ્રી ને વેરા ની આવક માં નુકશાન કરતી સાદી પાવતી બનાવી લોકો પાસે ગેર કાયદેસર ઉઘરાણું અટકાવવા માં આવે અને જવાબદાર તમામ સામે કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા માં આવી છે.
