દ્વારકા
રાજસ્થાનના જાલોર જીલ્લાનાં સુરાણા ગામના આઠ વર્ષના બાળકને (ઈન્દ્ર) જે અછુત ( એસ.સી. ) હોય અને માટલા માંથી પાણી પીધું હોવાથી સરસ્વતી સ્કુલના સંચાલક શિક્ષકે જાતિ ભેદભાવની ભાવના રાખી, શિક્ષકે આઠ વર્ષના બાળકને માર મારતા, બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. આવી ધુણતા ભર્યા અમાનવીય કૃત્ય કરનાર શિક્ષકને કડીમાં કડી સજા થાય અને તા.૨૩.૦૯.૨૦ ના હરીજન શબ્દ રદ કરવા અંગે સરકારના આદેશો સાથે આવેદન આપવામાં આવ્યુ હતું. જે અનુસંધાને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ તા.૨૯.૦૯.૨૦ના રોજ મામલતદારને કાર્યવાહી કરવા અંગે પત્ર પણ લખેલ. પરંતુ ત્યારબાદ વખતો વખત મામલતદારને અરજીઓ કરવા છતાં આજ સુધી કોઈપણ કાર્યવાહી થયેલ ન હોય, તો આ વિષયના અનુસંધાનમાં નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે એવી બન્ને રજુઆતો સાથે પંચશીલ અનુસુચિત સમાજ ટ્રસ્ટ ઓખામંડળ દ્વારા આજે દ્વારકા પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
