Gujarat

પંજાબના મુખ્યમંત્રીએ ૨૫ હજાર લોકોના ‘૦’ બિલ ગુજરાતમાં રજૂ કર્યાં

અમદાવાદ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે અમદાવાદમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ દિલ્લીમાં વીજળી ફ્રીનો વાયદો કર્યો હતો. પંજાબમાં પણ વીજળી ફ્રીનો વાયદો કર્યો હતો. ત્યારે વિરોધીઓ કહેતા હતા કે કઈ રીતે કરશો. પૈસા ક્યાંથી લાવશો? આજે હું પંજાબનાં ૨૫૦૦૦ વીજળીના બિલ લઈને આવ્યો છું. જેમાં બિલ ઝીરો આવ્યા છે. સમગ્ર પંજાબમાં ૭૫ લાખ વીજળીનાં મીટર છે. ૬૧ લાખ વીજળીનાં મીટરમાં બિલ ઝીરો આવ્યો છે. ડિસેમ્બરમાં ૬૭ લાખ અને જાન્યુઆરીમાં ૭૧ લાખ વીજળીના મીટર ઝીરો આવશે. અમે જે કહીએ છીએ એ કરીએ છીએ અને ગુજરાતમાં પણ કરીશું. અમે તમને એકાઉન્ટમાં ૧૫ લાખ નાખીશું એવું નથી કહેતા પરંતુ તમારા મહિને ૩૦૦૦૦ પહેલા મહિનાથી જ બચાવીશું. અરવિંદ કેજરીવાલ ફ્રીની રેવડી આપે છે, તો ૧૫ લાખ શું હતું? ૨૭ વર્ષ જૂની મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટે છે તેવી ચક્કીને બદલવા લોકો તૈયાર છે. આમ આદમી પાર્ટીની કેટલી સીટો આવશે એવું કહેશો, પરંતુ આમ આદમી પાર્ટી સર્વેમાં નહીં, પરંતુ સરકારમાં આવે છે. અમે ભ્રષ્ટાચારનું લીકેજ બંધ કરી અને તે પૈસા વાપરીશું. પંજાબમાં ૯૦૦૦ એકર જમીન નેતાઓ અને તેમના માણસોએ પચાવી હતી જે છોડાવી છે. એક મંત્રી કોંગ્રેસનો માણસ રૂ. ૧ કરોડ આપવા આવ્યો હતો કે, મારું નામ કાઢો તો તેને જ વિજિલન્સે પકડ્યો અને ઘરમાં તપાસ કરી તો નોટ ગણવાના મશીન મળ્યાં હતાં. ભ્રષ્ટાચારીઓ પાસેથી પૈસા કાઢી લોકો પાછળ વાપરીશું. આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અને ભાજપની બી ટીમ કહે છે, પરંતુ અમે ૧૩૦ કરોડની છ ટીમ છીએ. સ્કૂલો, રોડ અને શિક્ષણની વાત કરીએ છીએ. લોકો સામે એજન્ડા રાખો. અત્યારે સર્વે આવે છે જે ઘરમાં બેસીને બને છે. પંજાબમાં મોહલ્લા ક્લિનિક અમે બનાવ્યાં છે. અમે ગેરંટી આપી હતી કે, જૂની પેન્શન યોજના લાગુ કરીશું જેનું જાહેરનામું પણ કરી દીધું છે. ધારાસભ્યોના પેન્શનો પણ બંધ કર્યા જેનાથી કરોડો રૂપિયા બચ્યા જેનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે કહો ક્યાંથી રેવડી થઈ? ટેક્સના પૈસે કોલેજ, મોહલ્લા ક્લિનિક વગેરે બનાવીએ છીએ. મેડિકલ હબ અમે પંજાબને બનાવીશું. હું ગુજરાત પહેલીવાર આવ્યો હતો, કંઈક જાેવા મળશે, ગુજરાત મોડલ જાેવા મળશે. પરંતુ રોડમાં ખાડા નહીં પરંતુ ખાડામાં રોડ છે. હું અલગ અલગ જિલ્લાઓમાં લોકોને મળ્યો છું. ત્યાંના લોકોને મળ્યો અને પૂછ્યું કોણ ધારાસભ્ય છે, તો કહે ભાજપના છે પરંતુ જાેવા આવ્યા નથી અને વોટ માગવા આવ્યા નથી એટલે તેઓ લોકો જાેડે જાેડાયેલા જ નથી.રાજનાથ સિહ દ્વારા ભાજપના એક તૃતિયાંસ બહુમતીથી જીત મેવળશે તો અને આમ આદમી પાર્ટી અસ્તીતવની લડાઇ લડે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના જનતા સમક્ષ ૨૫ હજાર લોકોને ઝીરો લાઇટ બીલ આવ્યા છે તે બીલોની કોપી રજૂ કર્યા છે. પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકના રાજકીય ગણીતપાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકના રાજકીય ગણીત ભગવંત માને જણાવ્યુ હતુ કે, આપ દ્વારા દિલ્હીમાં વીજળીના બીલ માફ કરવાનું કહ્યુ હતુ તે કરી બતાવ્યુ છે. આપ દ્વારા પંજાબમાં પણ વીજળીના બીલ માફ કરવામા આવશે તે કરી દેવામાં આવશે. ગુજરાતમાં પણ ૧ માર્ચથી બીલ માફ કરી દેવામાં આવ્યા છે. પંજાબનાી ૮ મહિનામાં સરકારે બીલ માંફ કર્યા છે. પંજાબમાં અત્યાર સુધીમાં ૭૫ લાખ મીડર છે જેમાથી ૬૧ લાખ ઘરોને લાઇટ ઝીર બીલ આવ્યા છે જેમાથી ૨૫ હાજર સિમ્બોલીક તરીકે જાેવા લાવ્યા છીએ. ડિસેમ્બરનું જે બીલ હશે તે ૬૭ લાખ બીલ માફ થઇ જશે. અને જાન્યુઆરીમાં ૭૧ લાખ ઘરોમાં વીજળીના બીલ ઝીરો આવશે. ભગવંત માને કહ્યુ કે અમે લોકો જે કહીએ તે કરીએ છીએ તે જ રીતે ગુજરાતમાં પણ કરી દેખાડશુ. ઘણા બીલ માઇનસમાં પણ આવ્યા છે. મોહલ્લા ક્લિનિક પણ બનાવ્યા છે. ૫૦૦ થી વધારે મહોલ્લા ક્લિનિક બનવામાં આવશે. જુનિ પૈન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તે પણ અમે ચાલુ કરી દેશુ. ધારાસભ્યોની પેન્શન બંધ કરી દિધુ છે. ધારાસબ્યો હારે તો પણ પેન્શન મળે છે

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *