ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સભા સરઘસનો દૌર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને રોડ શો યોજ્યો.. રોડ શો માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા.. ગાડી માંથી જ પંજાબના સીએમે સંબોધન કર્યું અને ભાજપ સરકાર તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા.. ભાજપના ડબલ એન્જીનના જવાબનો આપતા ભગવંત માને કેજરીવાલને નવું એન્જીન ગણાવી જૂના ડબલ એન્જીન કરતાં નવો લેટેસ્ટ ટેક્નોલોજીનો એક જ એન્જીન કાફી હોવાનું જણાવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


