Gujarat

પતિની ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો ઉપયોગ કરવા પર રિવાબા વિવાદમાં

જામનગર
ગુજરાત વિધાનસભાની ઉત્તર જામનગર બેઠક ચૂંટણી માં વધુ ચર્ચાનો વિષય બની રહે છે. ચર્ચા પણ કેમ ન થાય આ બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાે ચૂંટણી લડી રહ્યા છે. તેમને જનતાનું કેટલું સમર્થન મળશે, તે તો આવનારા પરિણામો જ કહેશે, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તે કોંગ્રેસ પાર્ટીમાંથી આવેલી તેની ભાભીના વિરોધનો સામનો કરી રહ્યાં છે તો બીજી તરફ વિપક્ષ સતત તેને નિશાન બનાવી રહ્યું છે. આ સાથે જ તેણે ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને તેના પતિ રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો છે, જેનાથી વધુ એક વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટમાં તેણે લખ્યું કે તમે પણ ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર જ્રૈદ્બદ્ઘટ્ઠઙ્ઘીદ્ઘટ્ઠના રોડ શોમાં સામેલ થઈ શકો છો. તેમની આ પોસ્ટને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. રિવાબાના ચૂંટણી પ્રચારના પોસ્ટર બાદ આમ આદમી પાર્ટીના નેતાએ તેમના પર નિશાન સાધ્યું છે. છછઁ ધારાસભ્ય નરેશ બાલ્યાને તેમની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પહેલા ભારતીય ખેલાડીઓ રાજકારણથી દૂર રહેતા હતા પરંતુ હવે તેઓ પણ ખુલ્લેઆમ રાજનીતિ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપે આ વિસ્તારને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. જાે કે આ પહેલા રીવાબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પતિ તેના માટે બૂસ્ટર ડોઝ સમાન છે. તે હંમેશા તેણીની રાજનીતિ કારકિર્દીમાં તેને ટેકો આપે છે. ભાજપે ઉત્તર જામનગર બેઠક પરથી રીવાબાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે પક્ષના પ્રચાર માટે જાડેજાની બહેન નયનાબાને મેદાનમાં ઉતાર્યા છે. ભાભી અને નણંદ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. નયનાબાએ રિવાબા પર આરોપ લગાવ્યો હતો કે તે ચૂંટણી પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. આ બાળ મજૂરીનો એક પ્રકાર છે. આ માટે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *