Gujarat

પત્નીએ એટીએમ કાર્ડ નહીં આપતાં પતિએ એસિડ ફેંકયું

અમદાવાદ
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની પિયર જતી રહી હતી. જેથી પતિ બેંકની પાસબુક અને એટીએમ કાર્ડ લેવા પત્ની પાસે ગયો, ત્યારે પત્નીએ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર એસિડ ફેંકતા પત્નીના હાથ અને હોઠ દાઝી ગયાં હતાં. આ અંગે રામોલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. લગ્ન બાદ આર્થિક તંગીથી મેઘાણીનગરની મહિલા પિયરમાં રહી સિલાઈ કરતી હતી. પતિ તેના પર કુશંકા કરીને મારઝૂડ કરતો હતો. ૩૦ સપ્ટેમ્બરે બ્રિજલાલ બેંકની પાસબુક તથા એટીએમ કાર્ડ લેવા મહિલાના પિયર ગયો હતો. મહિલાએ તે આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ એસિડની બોટલ કાઢીને મહિલા પર નાખી હતી, જાે કે મહિલા બચવા જતા મહિલાના હોઠ અને હાથ પર એસિડ પડતાં તે ઈજાગ્રસ્ત થતાં પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકો મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ અંગે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ બ્રિજલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *