અમદાવાદ
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી કરતા એક યુવકના ઈમેઈલ પર ઈન્કમટેક્સ ર્રિટનના આઈડીનો પાસવર્ડ બદલવાની રિકવેસ્ટ આવી હતી. જેમાં સીસીમાં બીજાે ઈમેઈલ એડ્રેસ હતુ જે યુવકની પત્નીનું હતું. જાેકે યુવકે આ બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું. થોડા મહિના બાદ યુવકે પોતાના ઈન્કમટેક્સના એકાઉન્ટમાં લોગ-ઇન થવાનો પ્રયાસ કરતા તેનુ લોગ-ઇન થયું નહતું, જેથી તેમણે પાસવર્ડ ફોર્ગેટનું ઓપશન સિલેકટ કરીને જાેતા તેમના ઈમેઈલ આઈડીમાં તેના ઈમેઈલના બદલે તેની પત્નીનું ઈમેઈલ આઈડી હતું. યુવક અને તેની પત્નીનો મેટ્રોકોર્ટમાં ડોમેસ્ટીક વાયલન્સનો કેસ ચાલે છે જેથી પત્નીએ પતિનુ ઈમેઈલ આઈડી હેક કર્યું હોવાનું જણાતા યુવકે આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
