Gujarat

પત્રકાર એક્તા પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ રાજુલા ખાતે હોટલ રાજપેલેસ હોટેલમાં માં યોજાયેલ !  સ્નેહ મિલન સમારોહ માં રાજુલા, જાફરાબાદ, ખાંભા, તાલુકાના સર્વે પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા,

તા/૧/૧૧/૨૦૨૨ ના રોજ પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની શરૂઆત કરતા પહેલા મોરબી માં બનેલી દુર્ઘટનામાં મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કાર્યક્રમ દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકીય પક્ષો તેમજ સરકારી સંસ્થાઓ દ્વારા પત્રકારો ની અવગણના કરવામાં આવતી હોય જેથી પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારો નું સંગઠીત કરી આગામી દિવસોમાં જીલ્લા કક્ષાનું પત્રકારો નું અધિવેશન બોલાવવામાં આવશે તેમજ જાહેર કાર્યક્રમમાં પત્રકારોને અળગા કરવામાં આવી રહ્યા હોય  તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકાર આપણો અધિકાર પત્રકાર પોતાની સ્વતંત્ર સરકાર ચલાવી શકે છે. સત્તાધારી નેતાઓ અને ભ્રષ્ટાચારી ઓના તખ્તા ઉખાડી નાખવાનુ કૌવત પણ પત્રકાર ની કોલમમાં – કલમમાં હોય છે. કોઈ પણ રાઈટર માટે અખબારી લેખન કરવું એ કાચાં સૂતરના તાંતણા જોડીને બનાવેલી સીડી ઉપર ચઢી ને આકાશ આરોહણ કરવા જેટલું અઘરું કામ છે. જીવતા માણસનું બેસણું કરી નાખવાની અને મરી ગયેલા આદમી ને હીરો બનાવી દેવાની તાકાત પત્રકાર પાસે છે. દરરોજ લેખન માટે એકનવો ર્ટોપિક ખોળી કાઢવો અને પછી એ ર્ટોપિક વિશે નિભિકપણે પોતાના વિચારો ઘૂંટવા એ કંઈ જેવું તેવું તપનથી વાચકો જે ન્યુઝ સ્ટોરી ચા પીતા પીતા મોજથી વાંચે છે. એ ન્યુઝ વાંચક સુધી પહોંચાડવા મા પત્રકારે કેટકેટલા કષ્ટ વેઠ્યા હોય એની ભાગ્યે જ તેને ખબર પડે છે. કોલમ રાઈટર અને પત્રકાર એવા રસોઈયા છે.જે નિતનવી વાનગીઓ રાંધે છે. તે મની પાસે કોઈ રેડીમેડ રેસિપી નથી હોતી જે કંઈ સ્ટોરી મટીરિયલ મળી જાય એ માંથી સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી બનાવી એવ પત્રકાર હજારો લાખો વાચકો ના ટેસ્ટ જુદા જુદા હોય મુડ જુદા હોય અને તેમની અપેક્ષા ઓય અલગ હોય વાચકોને થાળી ભરીને વાનગીઓ પીરસવી જ પડે ક્યારેક જાનની બાજી લગાવી ને તો ક્યારેક જાત પર જુલમ કરીને પત્રકાર માહિતી મેળવે છે. ભૂખ્યા તરસા ટાઢ , તાપ, વરસાદ, તુફાન સમયની તીવ્ર કટોકટી કૉમ્પિટિશન ફેમિલી લાઈફ સામે ખતરો કેટલું વેઠીને અને કેટલું જતું કરી ને પત્રકાર અખબાર ની થાળીમાં વિવિધ વાનગીઓ ભરે છે. તેની ખબર વાચકોને કદીય નથી પત્રકાર ચોથી જાગીર કાંઈ સાવ મફતમાં નથી નેતાઓ અને ભ્રષ્ટાચારી ઓના તખ્તા ઉખાડી નાખવાનુ કૌવત પણ પત્રકાર ની કલમમાં છે.  અને પત્રકાર ચોથી જાગીર નું બિરુદ આપવામાં આવ્યું હોય અને પત્રકારો ને ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી ના કોઈ પણ કાર્યક્રમમાં વિના સ્વાર્થ સતત દોડતા રહેતા હોય તેમને કોઈપણ પાર્ટી સાથે ધરોબો હોતો નથી માત્ર જ તેમના કાર્યક્રમો ને હાઈલેટ કરતા છતાં પણ પત્રકારો ને અમુક કાર્યક્રમોમાં પત્રકાર ની અવગણના કરવામાં આવે છે. તે બાબતોની ચર્ચા વિચારણા કરાઇ હતી આ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ ના જીલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, ભવદીપભાઈ ઠાકર, રશીકભાઈ વેગડા, વિષ્ણુ સ્વામી , પ્રતાપભાઈ શરૂ, જાવેદખાન પઠાણ, કાળુશા કનોજીયા, પંકજભાઈ મહેતા,  જયસુખભાઇ સોજીત્રા,  સહીત જીલ્લા તથા તાલુકાના પત્રકારો એકતા પરિષદ ના હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર એકતા પરિષદ જીલ્લા મહામંત્રી દીલુભાઈ એ. વરૂ તેમજ જીલ્લા સહમંત્રી તરીકે ભરતભાઈ ખુમાણ, તથા બાબુભાઈ વાઢેળની નિમણૂક કરવામાં આવી હતી આ તકે રાજુલા જાફરાબાદ ખાંભા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર
કિશોર આર સોલંકી
જાફરાબાદ

IMG-20221101-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *