અમદાવાદ
માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ ના તો કેલાય કિસ્સાઓ જય પણ આવો અજીબ કિસ્સો હાલ પ્રમાણ માં જાેવા મળ્યો છે. પરિણીતાએ પતિ સહિત ૫ સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાને હેરાન કરતા પરિણીતાએ ફીનાઈલ પીને આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ૩૩ વર્ષીય પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે. લગ્નના ૧૫ દિવસ બાદ જ પતિ, સાસુ, દેરાણી, દિયર અને નણંદ સાથે મળીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. મહિલાના પતિને સાસરિયાઓ ચઢવતા હતા, જેથી પતિ ગાળો બોલીને માર મારતો હતો. મહિલા અનેક વખત ત્રાસના કારણે પિયર જતી રહેતી હતી તો સાસરિયાઓ પરત લઈ આવતા હતા. પતિ આવતો અને તેને પૂછતાં પણ પતિ મહિલાને માર મારતો હતો. મહિના અગાઉ માહિલાને તેના પતિએ લગ્નમાં ના જવા દેતા મહિલાએ ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાને તેની દેરાણીએ પણ કહ્યું હતું કે, તું તારા પતિને ખુશ નહીં રાખી શકે જેથી તું અહીંથી જતી રહે. આમ વારંવાર ત્રાસ આપીને ઘરેથી કાઢી મૂકી હતી જેથી મહિલાએ પતિ સહિત ૫ સાસરિયાઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. ખરેખર તો આવા તો કિસ્સાઓ પણ જાેવા મળશે એવું કોઈ જ નહી વિચાર્યું હોય પણ આ દુનિયા માં હજુ કઈ કઈક અજીબ જાેવા મળશે કે નથી ઇ જાેવા જેવું જ હશે