અમરેલી જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાયલક્ષી છે. પશુપાલકોના પશુધન જો વધુ તાવ આવતો હોય, શરીર ઉપર ગાંઠો થઇ હોય તો એ લમ્પિ વાઇરસના લક્ષણો હોય શકે છે. પશુઓમાં લમ્પિ વાઇરસના લક્ષણો જણાય તો જે – તે વિસ્તારમાં નજીકના પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરી શકાશે. વધુમાં પશુધન નિરીક્ષક અથવા તાલુકા વેટરનરી અધિકારીશ્રીનો પણ તાત્કાલિક સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
