Gujarat

પશુપાલન નિયામકે ૧૦.૧૬ કરોડનું કૌભાંડ આચર્યાનું સામે આવ્યું

ગાંધીનગર
ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આવેલ કુલ ૮૭ ગ્રામ પંચાયતોમાં કામગીરી થયેલી છે કે નહીં કે રજૂ કરેલા બીલો સાચા છે કે ખોટા તેની ચકાસણી કર્યા વગર પોતાને સત્તા ન હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી ૧૦ કરોડ ૧૫ લાખ ૯૦ હજાર બોર્ડના ચેરમેન કે સભ્ય સચિવ કે સરકારની કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી વિના પોતાના કાર્યક્ષેત્ર બહાર નિયમો વિરુદ્ધ જઇ પોતાની સહીથી ૧૩ ટ્રસ્ટો અને ૮૭ ગ્રામ પંચાયતોમાં કોઈપણ પ્રકારની કામગીરી નહિ થયેલ હોવા છતાં કાગળ ઉપર કામગીરી થયેલ છે. તેવું બતાવી ખોટા બીલો અને વાઉચરોને આધારે અન્ય આરોપીઓના મેળાપીપણામા કાવતરું રચ્યું હતું. અન્ય આરોપીઓ સાથે મળી કરોડો રૂપિયાની સરકારમાંથી ચુકવણી કરી હોવાથી આરોપી ડો. એસ. ડી. પટેલ અને એમના મળતીયાઓ વિરુદ્ધ ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનાની તપાસ કરતાં ગાંધીનગર એસીબી પીઆઇ એચ.બી. ચાવડાએ મુખ્ય આરોપી ડો. એસ. ડી. પટેલની ધરપકડ કરી ગાંધીનગર એસીબી કોર્ટમાં રજૂ કરી ૭ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ધવલ. એ. મહેતાએ દલીલો કરી કોર્ટમાં સચોટ દલીલો કરેલી કે, આરોપી સામેના ૧૦ કરોડથી વધુની માતબર રકમના ગંભીર ગુન્હાની ઝીણવટભરી તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર હોય તેમજ આરોપીની હાજરી વગર તપાસ આગળ વધી શકે તેમ ન હોય તપાસના કામે આરોપીની સતત હાજરી અનિવાર્ય છે. એવા વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરી આરોપીના રિમાન્ડ મંજુર કરવા રજૂઆત કરી હતી. જેમની દલીલોને ગ્રાહ્ય રાખી ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ જે. આર. શાહે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે.ગાંધીનગરનાં જૂના સચિવાલય ખાતે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલે હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. સત્તા ન હોવા છતાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ કુલ ૧૩ સંસ્થા/ટ્રસ્ટોનું અસ્તિત્વ છે કે નહીં તેમજ ટ્રસ્ટો પબ્લિક ચેરિટી એકટ હેઠળ નોંધાયેલ છે કે નહીં તે બાબતની ખાત્રી કર્યા વગર ટ્રસ્ટીઓ સાથે મેળાપીપણાંમા પોતાને સત્તા ન હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી સહાય મંજૂર કરી હતી. આ ઉપરાંત ચેકોમા પોતાની સહી કરી ટ્રસ્ટોના એકાઉન્ટમાં નાણાં જમા કરાવી ૧૦. ૧૬ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે પ્રકરણમાં એસીબીએ માસ્ટર માઈન્ડ ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલની ધરપકડ કરી ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *