જામનગર તા.૦૮ ફેબ્રુઆરી,કેન્દ્ર સરકારના અને ગુજરાતના આરોગ્ય તંત્ર દ્વારા નિર્ધારિત સમય પત્રક પ્રમાણે સગર્ભાઓને અને ૨ વર્ષ સુધીના બાળકોને ઓરી,ઝેરી કમળો,પોલિયો, ન્યૂમોનિયા, રુબેલા જેવા રોગોથી બચાવતી રસીઓ મૂકવામાં આવે છે.ઘણીવાર ગામ કે ઘર બદલવા સહિતના વિવિધ કારણોસર સગર્ભાઓ અને બાળકો આ રસીઓના ડોઝથી વંચિત રહી જાય છે અને તેમનું આરોગ્ય જોખમાય છે.તેની સામે તકેદારીના રૂપમાં કેન્દ્રીય આરોગ્ય તંત્ર દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી ગુજરાત સહિતના બાર રાજ્યોમાં સઘન મિશન ઇન્દ્રધનુષનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યું છે જેના હેઠળ પ્રથમ રસીકરણ સત્ર સાતમી તારીખે યોજાઈ ગયું જ્યારે હવે પછી સાતમી માર્ચ અને ચોથી એપ્રિલે વધુ બે રસીકરણ સત્રો યોજવામાં આવશે.