ઊના – ધુળેટીની મોડી રાત્રે ગુરુકુલ દ્રોણેશ્વરની સામેથી પસાર થતાં ધોકડવા- ગીરગઢડા રોડ પરથી રાત્રે પાંચ સિંહ પસાર થયા હતા. જે દ્રશ્ય મોબાઈલ કેમેરાથી કેદ કર્યા હતા. જંગલ વિસ્તારને કારણે અને ઉનાળામાં પોતાની તરસ છીપાવવા અવાર નવાર વન્ય પ્રાણીઓ જાહેર રસ્તાઓ પર થઈને પાણીની શોધ માટે નિકળે છે. આવા સમયે રખડતા ઢોરનું મારણ પણ કરતા હોય છે.


