પાટડી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે રહેતા મુજાહિદખાન મલીકનો ૧૬ વર્ષનો પુત્ર બખ્તિયારૂદિન મલીક અમદાવાદની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરવાની સાથે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન અને વર્લ્ડ ચેમ્પીયન માનવજીતસિંઘ સંધુના કોંચિંગ હેઠળ એણે માત્ર ૧૨ વર્ષની વયે ભારતના સૌથી નાની વયે રિનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો. બખ્તિયારૂદિને સિવાય બે વખત ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં, બે વખત સ્ટેટ ચેમ્પિયન અને એક વખત ખેલ મહાકૂંભ ચેમ્પિયન રહી ચૂક્યો છે. દસાડાના ૧૬ વર્ષનો દીકરાએ લીમા-પેરૂમાં વર્લ્ડ ટ્રેપ શૂટીંગમાં અમેરિકાને હરાવી સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. જેમાં દસાડાના બખ્તિયારૂદિન મલીક, શાર્દુલ વિહાન અને વિવાન કપૂર સહિતની ૩ જણાની યુવા ટીમે લીમા-પેરૂમાં વર્લ્ડ ટ્રેપ શૂટીંગમાં ડંકો વગાડી અમેરિકાને પરાસ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ગત ૨૬મી એપ્રિલે સેકન્ડ વેવમાં મારા મમ્મીનું કોરોનાથી મોત નિપજ્યાં બાદ આખો પરિવાર તૂટી ગયો હતો. પણ મારા બેકબોન સમા પિતાએ અમને બંને ભાઇ બહેનોને હિંમત અને માતા-પિતા બંનેનો પ્રેમ આપી ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં આગળ વધવાની પ્રેરણા આપી અને બીજી બાજુ મારા કોચ માનવજીત સંધુ સરના માર્ગદર્શન અને મારી અમદાવાદ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના સપોર્ટથી મેં ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને એમાં સિલ્વર મેડલ જીત્યા અને સ્ટેટ લેવલે ત્રીજા વર્ષે ૩ ગોલ્ડ મેળવ્યા એ જ મારી વ્હાલસોયી મમ્મીને મારી સાચી શ્રધ્ધાંજલી છે. ગાંધીનગર ખાતે ૨૦થી ૨૬ માર્ચ દરમિયાન ૪૧મી ગુજરાત સ્ટેટ શોટ ગન શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં દસાડાના ૧૬ વર્ષના યુવાને સતત ત્રીજા વર્ષે સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી ઇતિહાસ રચ્યો છે. દસાડાના ૧૬ વર્ષીય બખ્તિયારૂદીન મલીકે ૧૪૩ સ્કોર સાથે ૧૧૨/૧૨૫ સીંગલ ટ્રેપ અને ટ્રેપ ઇવેન્ટમાં ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે દસાડાના કોચ તરૂણ કુમાર ગુંજાએ પણ ટ્રેપ ઇવેન્ટમાં ૩૭/૫૦ના સ્કોર સાથે બ્રોન્ઝ અને ટીમ ઇવેન્ટમાં ૨ સિલ્વર મેડલ મેળવ્યા હતા.