પાટણ
પાટણ શહેરના વિકાસમાં મુંબઈગરા શ્રેષ્ઠીઓનો સહકાર અનન્ય રહ્યો છે. પછી તે આરોગ્યની દ્રષ્ટિએ હોય, શૈક્ષણિક દ્રષ્ટિએ હોય કે પછી સામાજિક દ્રષ્ટિએ હોય પરંતુ પાટણ શહેરને વિકાસની હરણફાળ તરફ લઈ જવામાં મૂળ પાટણના પણ વર્ષોથી મુંબઈ જેવી મહાનગરીમાં સ્થાઈ થઈને હમેશાં માતૃભૂમિની ચિંતા સેવતાં શ્રેષ્ઠીઓનું દાન અવિરત પણે પાટણ શહેરને મળતું રહ્યું છે. આજથી ૧૦૦ પૂર્વ પાટણના વૈષ્ણવ વણીક શ્રેષ્ઠી કિલાચંદ દેવચંદ શેઠ પરિવાર દ્વારા પોતાની માતૃ શ્રીના નામે જ્ઞાનબાઇ પ્રસુતિ ગૃહની સ્થાપના પોતાની મુંબઈ સ્થાઈ થયાની પ્રથમ કમાણી માંથી કરવામાં આવી હતી. જે પ્રસૃતિ ગૃહનો અનેક મહિલાઓએ લાભ લઇ પાટણગરા શ્રેષ્ઠીની આરોગ્યની સેવાને બીરદાવી હતી. સમય જતાં આજે શ્રેષ્ઠી દ્વારા પાટણ શહેરને અપૅણ કરાયેલા જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહ આરોગ્યતંત્રની નિષ્કાળજીને કારણે તેમજ શહેરીજનોની ઉદાસીનતાને કારણે ખંડેર હાલતમાં ફેરવાયું છે. તો શ્રેષ્ઠીઓની પ્રતિમા ફરતે અસંખ્ય ઝાડી ઝાંખરા ઉગી નિકળતા પ્રતિમાઓ પણ દેખાતી નથી, ત્યારે પાટણના શ્રેષ્ઠી દ્વારા પાટણ શહેરને અર્પણ કરાયેલા આરોગ્યની સુવિધા રૂપ જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહની રોનકને પુનઃ તાજી કરવા અને ખંડેર બનેલાં જ્ઞાન બાઈ પ્રસુતિ ગૃહ કેમ્પસમાં ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા દુર કરવા આ વિસ્તારના વેપારીઓ દ્વારા શનિવારના રોજ પાટણ નગરપાલિકા તંત્ર ને રજૂઆત કરી હતી. રજૂઆત કરતાં પાલિકાનાં કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા દ્વારા પાલિકાના સફાઈ કામદોરોને યુદ્ધનાં ધોરણે કામે લગાડી જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહની સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવતાં અને શ્રેષ્ઠીઓની પ્રતિમા ફરતે ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા દુર કરવામાં આવતાં વિસ્તારના વેપારીઓ દ્વારા પાલિકા તંત્ર સહિત કોર્પોરેટર ભરત ભાટીયા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ જ્ઞાનબાઇ પ્રસુતિગૃહની સ્થાપના ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા દાતાઓની પ્રતિમાને માલ્યાપર્ણ કરવાનો કાર્યક્રમ પણ શહેર કોંગ્રેસ સમિતિ સહિત આ વિસ્તારના વેપારીઓ અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નગરજનોએ આ જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહની આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત પણે દેખરેખ સાથે સાફ સફાઈ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી.પાટણનું જ્ઞાનબાઇ પ્રસુતિ ગૃહની આરોગ્ય વિભાગની નિષ્કાળજીને કારણે તેમજ શહેરીજનોની ઉદાસીનતાને કારણે ખંડેર હાલતમાં ફેરવાયું હતુ. જ્ઞાનબાઇ પ્રસુતિ ગૃહમાં દાતા પરિવારની પ્રતિમાઓ ફરતે ઝાડી ઝાંખરાં ઉગી નિકળ્યા હતા. જાેકે, શનિવારના રોજ આ વિસ્તારના વેપારીઓ દ્વારા શનિવારના રોજ પાટણ નગરપાલિકા તંત્ર ને રજૂઆત કરી હતી. જેને પગલે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરી સાફ સફાઇ કરી હતી.