Gujarat

પાટણના રહેણાંક વિસ્તારના મકાનમાંથી ૯૭ હજારના દાગીનાની ચોરી

પાટણ
પાટણના પદ્મવિહાર સોસાયટીમાં ૧૩ નંબરના મકાનમાં રહેતા અને બનાસકાંઠાના ડીસા તાલુકાનાં સવણીપુરા ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા યોગેશ કેશુભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૬) તથા તેમનાં પત્ની વર્ષાબેન અને દીકરી ડિમ્પલ તથા દીકરો ત્યોમ તા. ૨૩મીનાં રોજ ઘરનાં દરવાજાને લોક મારી ધાબે સુવા ગયા હતા. તેમની દીકરી વોશરૂમ જવા ઉઠી ત્યારે તાળુ ખોલીને તે વોશરુમ જઇને દરવાજાે લોક કરીને પરત ધાબે આવીને સુઇ ગઇ હતી. પછી યોગેશભાઇ ઉઠીને નીચે ગયા ત્યારે તેમને દરવાજાનું લોક તુટેલું જણાવ્યું હતું. તેઓએ ઘરમાં જઈને જાેયું તો તેમનાં ઘરનાં બેડરુમની તિજાેરી ખુલ્લી હતી ને તિજારોમાં મુકેલો બધો સામાન બેડ પર વેરવિખેર હતો. તેઓએ તપાસ કરતાં તિજાેરીમાંથી રૂ. ૪૦ હજારની સોનાની સવા તોલાની ચેન, રૂ. ૧૫ હજારની સોનાની પાંચ ગ્રામની બુટ્ટી જાેડ-૨, સોનાની રૂ. ૪ હજારની ચૂંક નંગ-૪, ચાંદીની બે નંગ પાયલ કિં. રૂ. ૫ હજાર મળી કુલ રૂ. ૯૭ હજારની મતાની ચોરી થયાની જાણ થઇ હતી. આ બનાવ અંગે તેમણે બી-ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.પાટણ શહેરનાં ચાણસ્મા હાઇવે ઉપર પદ્મવિહાર ચાર રસ્તા નજીક આવેલી પદ્મવિહાર સોસાયટીમાં ઘર નં.૧૩માં કોઇ તસ્કરોએ ત્રાટકીને તિજાેરીમાંથી રૂા. ૯૭ હજારના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *