પાટણ
આપણા હિન્દુ ધર્મમાં શુક્લ પક્ષની બીજનું અનેરું મહત્વ રહેલું છે ગુજરાતી કેલેન્ડર વર્ષમાં ૧૨ મહિનાનાં શુકલ પક્ષમાં આવતી બીજનું વિશેષ મહત્વ રહેલું છે. રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ રામદેવપીર બાપાના સ્થાનકે હજારો શ્રદ્ધાળુ બીજના દિવસે બાબાને ધજા નેજા ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે પાટણ નજીક આવેલા અનાવાડા ગામ સ્થિત રામદેવપીરનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. ભાદરવા મહિનાની શુકલ પક્ષના બીજના દિવસે અનાવાડા ગામમાં રામદેવપીરની ભવ્ય પાલખીયાત્રા સહિત લોકમેળો તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સેવક્મણો દ્વારા ધામધૂમપપૂર્વક ઉજવવામાં આવે છે. આજે જેઠ સુદ બીજના દિવસે વહેલી સવારથી જ રામદેવપીરના દર્શનાર્થે સેવકગણોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. જ્યાં ભક્તોએ રામદેવપીરને પુષ્પની માળા, પ્રસાદ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. અનેક ભક્તો પાટણ શહેરથી પગપાળા ચાલીને રામદેવપીરના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે દર્શનાર્થે આવતા ભક્તો માટે સેવકગણો દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ પાટણના અનાવાડા ખાતે આવેલા રામદેવપીરના સ્થાનકે જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.પાટણ નજીક અનાવાડા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ રામદેવપીર બાપાના મંદિર પરીસર ખાતે સેવકગણો દ્વાર જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભકતોના આસ્થાના કેન્દ્ર સમાન રામદેવપીરના મંદિર ખાતે વર્ષ દરમિયાન આવતી શુકલ પક્ષની બીજના પવિત્ર દિવસે શ્રદ્ધાળુ ભક્તો રામદેવપીર બાપાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આજે જેઠ સુદ બીજના પવિત્ર દિવસે રામદેવપીરના દર્શનાર્થે ભકતોનું ઘોડાપુર ઉમટી પડયુ હતું.