Gujarat

પાટણના વહાણા ગામની ગૌચર જમીન કપાતાં કલેકટરને રજૂઆત કરાઇ

પાટણ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વહાણા ગામના લોકો પશુપાલન તેમજ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને વહાણા ગામમાં હાલ છ થી સાત હજાર ઢોરોની સંખ્યા છે ત્યારે અમરાપુર ગામના સરપંચ દ્વારા વહાણા ગામનું ગૌચર માપવા માટેની અરજી કરી હતી જે અરજીના અનુસંધાને વહાણા ગ્રામ પંચાયતમાંથી અમરપુરા ગ્રામ પંચાયત અલગ કરવાનો હૂકમ થયો હતો. આ હૂકમના આધારે ગૌચરના સર્વ નંબર વહાણા ગ્રામ પંચાયતમાંથી અમરપુરા ગ્રામ પંચાયતને ફાળવાતા વહાણા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો પાટણ કલેકટર કચેરી ખાતે આવી આવેદનપત્ર પાઠવીને ગૌચરની વહાણા ગ્રામ પંચાયતની જગ્યાને યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી હતી. જાે સરકાર દ્વારા અમરપુરા ગ્રામ પંચાયત દ્વારા હાલમાં અમારી ગૌચરની જમીન પર જે ખુંટ મારવાની કાર્યવાહી ચાલી રહી છે તે કાર્યવાહી અટકાવવામાં નહીં આવે અને ૧૯૬૯ના હૂકમને રદ કરવામાં નહીં આવે તો વહાણા ગ્રામ પંચાયતના ગ્રામજનો આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણીનો બહિષ્કાર કરી પોતાના બાળ બચ્ચાઓ, વૃધ્ધ માતા-પિતા, – બહેનો અને પરિવાર સહિત વહાણા ગામના અબોલ ઢોરો સાથે અમારા હક અધિકાર માટે ગાંધીચિંધ્યા મા આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી આવેદનપત્રમાં ઉચ્ચારાઈ હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *