Gujarat

પાટણના શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજયા

પાટણ
પાટણ શહેરના શિવ મંદિરોમાં વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો. શિવજીનો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ, જાળેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો હરહર ભોલેના નાદથી ગુંજી ઉઠ્‌યાં હતા.પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શ્રાવણ માસના પ્રારંભનો સંયોગ શિવભક્તો માટે અનેરૂ મહત્વ ધરાવે છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લનાં શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. શિવભક્તોએ ભગવાનની પૂજા-અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *