પાટણ
પાટણ જિલ્લામાં અકસ્માતો બનાવ વધી રહ્યા છે. ત્યારે પાટણ શિહોરી હાઈવે નજીક બાઈક અને ઇક્કો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. પાટણ શિહોરી હાઈવે નજીક બાઇક નંબર (જીજે-૦૮-બીજે-૬૫૩૬)ના ચાલક અને ઇક્કો કાર નંબર (જીજેય્ત્ન-૦૨-સીપી-૦૭૨૮)વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઈક ચાલકનું મોત નિપજયું હતું. અકસ્માતની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી.
