Gujarat

પાટણની ગ્રાન્ટેડ શાળાના ૧૮ આચાર્યને પગાર ફિક્સેશનના ઓર્ડર મળ્યા

પાટણ
પાટણ જિલ્લામાં ૨૦૧૯માં ભરતી થયેલા આચાર્યને ગ્રાન્ટેડ શાળાઓમાં તેમના પગાર ફિક્સેશનના આદેશો કરવાના થતા હતા. જેને સરકાર તરફથી લીલીઝંડી મળતાં જેમના ગ્રેડ પે ૪૪૦૦, ૪૨૦૦ હતા અને જેમણે ઉચ્ચતર પગારધોરણ મેળવેલું ન હતું તેવા આચાર્યોને જિલ્લા શિક્ષણાધિકારી જયરામ જાેશીના હસ્તે પગાર ફિક્સેશનના ઓર્ડર આપવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાં ૨૦૧૯માં નવા આચાર્યોની માધ્યમિક ગ્રાન્ટેડ પાટણ જિલ્લાના ૧૮ જેટલા શાળાઓમાં ભરતી થઈ હતી. તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવીને આચાર્ય તરીકે લાગેલા હતા જેમના પગાર ધોરણ અંગે વિસંગતતા પ્રવતર્તી હતી. આ બાબતે સંઘ દ્વારા રાજ્ય કક્ષાએ અસરકારક રજૂઆત કરી તેમના પગાર અંગેની વિસંગતતા દૂર કરવામાં આવે તે માટે અવાર નવાર માંગણી કરવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લાના ૧૮ જેટલા આચાર્યોને ૫-૧-૬૫નો લાભ મળતા આચાર્ય સંઘની રજૂઆતથી આ કામ થતા આનંદની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે જિલ્લા માધ્યમિક આચાર્ય સંઘના મહામંત્રી મનીષ પટેલ તેમજ ડિઈઓ કચેરીના શિક્ષણ નિરીક્ષક અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.પાટણ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ભરતી થયેલા નવા આચાર્યોને પગારની વિસંગતતા દૂર થતા પાટણ જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે પગાર ફિકસેશનના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *