Gujarat

પાટણની રાણકી વાવ ખાતે પર્યટકોને સુવિધા પુરી પાડવા સાંસદને પત્ર લખ્યો

પાટણ
પાટણની વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર નિહાળવા દિવસ ભર પ્રવાસીઓ આવતાં હોય છે ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવ જાેવા મળી રહ્યો છે. જેને લઈ ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે સવારે ૮ કલાકની જગ્યાએ સવારના ૬ કલાકથી રાણીની વાવમાં પ્રવેશ આપવો, હાલમાં ગાડીનું પાર્કિંગ ખુબ જ નાનુ હોવાથી ટ્રાફીક સર્જાય છે તો વધુ ગાડીઓના પાર્કિંગ થઇ શકે તેવી ક્ષમતાવાળુ નવીન પાર્કિંગ બનાવવું, માળખાગત સુવિધાઓ જેવી કે બાથરુમ, ટોયલેટ હાલમાં ખુબ જ ઓછા છે તો નવા બાથરુમ- ટોયલેટ બનાવવા, રાણીની વાવનો હાલમાં જે ગાર્ડન છે તે રાત્રી સમયે નાઇટ લાઇટો તથા ગાર્ડનને સુશોભન કરવા માટે લાઇટો કરવી, પ્રવાસીઓને રસ્તાની જાણ માટે રસ્તા ઉપર બોર્ડ તથા એન્ટ્રી લગાવવી જેથી પ્રવાસીઓને અવર-જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, સહસ્ત્રલીંગ તળાવ પાસે ખુબ જ માટીના ઢગ તથા અવર-જવર કરવા નવીન રસ્તો બનાવવા અને બ્લોક પ્લેવીંગ ફીટ કરવા, આર્કોલોજીસ્ટ ઓફિસ પાસેના ગાર્ડનનું નવીનકરણ તથા સુધારણા અને નાઇટ લાઇટો ફીટ કરવા સહિત ગાર્ડનમાં સ્વચ્છતા જળવાય તે માટે સુવિધાઓ સાથે પ્રવાસીઓ સામે નોમીનલ ફી વસુલ કરવી જેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત આવનાર પ્રવાસીઓને ચા-પાણી તથા શુદ્ધ શાકાહારી નાસ્તો અને જમવાની સુવિધા માટે નવીન હોટલનું બાંધકામ કરવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની માંગ પાટણ શહેર ભાજપના પુર્વ પ્રમુખ સુરેશ જે. પટેલે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને પત્ર દ્વારા કરવામાં આવી આવી છે.પાટણ શહેરમાં વર્લ્‌ડ હેરીટેજ રાણીની વાવ તથા સહસ્ત્રલીંગ તળાવ નિહાળવા દેશ- વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવના કારણે મુશ્કેલી ભોગવવી પડી રહી છે જેને ધ્યાનમાં રાખીને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખી રાણકીવાવ ખાતે પર્યટકોને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રજૂઆત કરી છે.

Patans-World-Heritage-Ranakiwav.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *