Gujarat

પાટણમાં અન્નપૂર્ણા માતાજીનો ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન કર્યું

પાટણ
શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત અન્નકૂટ મનોરથ પ્રસંગને સફળ બનાવવા મહોત્સવ સમિતિ સહિત સમાજના મહિલા મંડળ દ્વારા વિવિધ વાનગીઓની સુંદર સજાવટ શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ કરવામાં આવી હતી. આ અન્નકુટ મનોરથના મનોરથી તરીકે રાજુભાઈ બાબાભાઈ સોની, ગોરધનભાઇ ગુલાબભાઈ ઠક્કર (બેબાશેઠ), અનિતાબેન દેવાંગભાઈ પટેલ, સરસ્વતીચંદ્ર ગોરધનભાઇ સોની પરિવારે લ્હાવો લીધો હતો. મનોરથના દશૅન પ્રસાદનો પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.પાટણ શહેરમાં આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા ૨૧ દિવસીય અન્નપૂર્ણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહોત્સવ દરમિયાન નવા મનોરથના આયોજનો પણ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.

Shri-Annapurna-Festival.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *