પાટણ
પાટણ શહેરનાં ઊંઝા હાઇવે ઉપર આવેલા લગ્ન હોલ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમયાન રાત્રિનાં સુમારે અજાણ્યો વ્યક્તિ એક મહિલા પાસેથી રૂા. ૮,૦૯,૮૦૦ની કિંમતનાં સોના-ચાંદીનાં દાગીના ભરેલી બેગ ચોરી કરીને લઇ જતાં સમગ્ર લગ્ન પ્રસંગમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. આ અંગેની મળતી મુજબ પાટણમાં અંબાજી નેળીયામાં અંબાજી નગર સોસાયટીમાં રહેતા અને બનાસકાંઠાની ખીમાણા હનુમાનપુરા શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં ચિરાગકુમાર મનસુખલાલ સુથાર (ઉ.વ. ૪૭)ની દિકરી દૃષ્ટિબેનનાં તા. ૨૮-૧૧-૧૧નાં રોજ લગ્ન સાંજે સુધી હાંસાપુર પાસેનાં ખોડાભા હોલ ખાતે યોજાયા હતા. જે લગ્ન પ્રસંગ દરમ્યાન તેમની દિકરીનાં કન્યદાન વખતે પિતાપક્ષ તરફથી તેમજ તેના મોસાળ તરફ તેમની દિકરી દૃષ્ટિને આપવા માટે પિતાએ ખરીદેલા તેઓએ સગાસંબંધીઓને વાત કરતાં સૌએ દાગીના ભરેલી બેગ લઈ જનારની શોધખોળ કરાવી હતી. પરંતુ કોઇ હકીકત મળી નહોતી. બાદમાં મોસાળ પક્ષનાં દાગીનાનો હિસાબ કરતાં રૂા. ૮,૦૮,૮૦૦ની મતાનાં દાગીનાની ચોરી થઇ હોવાનું જણાતાં તેમણે પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. સોનાની ચેન નંગ-૧ વજન ૧૧ ગ્રામ, કિ. રૂા. ૬૨૬૦૫ તથા સોનાની ચેન નંગ-૨ વજન ૨૦ ગ્રામ, કિ.રૂા. ૧,૦૬,૭૯૧/- તથા સોનાની બુટ્ટી નંગ-૩ વજન-૭ ગ્રામ, કિ.રૂા. ૪૧,૮૯૧/-, સોનાનો સેટ નંગ-૧ વજન-૨૫ ગ્રામ, કિં.રૂા.૧,૪૨,૦૦૦ તથા સોનાનો સેટ નંગ-૧ વજન ૨૫ ગ્રામ, કિં.રૂા. ૧,૪૨,૨૩૦ તેમજ સોનાના પાટલા નંગ-૧ વજન ૨૫ ગ્રામ, કિં.રૂા. ૧,૩૭,૫૬૭ તથા સોનાના પાટલા નંગ- ૧ વજન કિં.રૂા.૧,૩૭,૬૦૦ તથા સોનાનું મંગલસુત્ર નંગ-૧ વજન ૬ ગ્રામ, કિં. રૂ?. ૩૬,૦૯૬ અને ચાંદીનો કંદોરો નંગ-૧ વજન ૪૪ ગ્રામ કિં.રૂા. ૨૮૦૦..


