પાટણ
ગુજરાતમાં ક્રાઈમ ધીમે ધીમે વધી રહ્યું છે ગુજરાત જાણે યુપી અને બિહાર બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે ત્યારે પાટણની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ફરજ બજાવતા હોમિયોપેથીક ડૉક્ટર રાજેન્દ્ર રથવીને જાનથી મારી નાંખવાનું કાવત્રુ રચી, તેના માટે સોપારી આપવા રેકી કરવા વગેરે જેવા આક્ષેપોની ફરીયાદ કોર્ટના હુકમથી પોલીસે નોંધી હતી. ત્યારે આ કેસના વધુ ચાર આરોપીઓ નિકુંજ રાવત, પિયુષ, યોગિનાબેન અને લક્ષ્મણ વગેરેએ પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરી જામીન અરજી કરી હતી. જે અરજીને પાટણના સેશન્સ કોર્ટના જજ એન.એસ. પ્રજાપતિએ નામંજૂર કરી હતી. આરોપીઓ સામે પોલીસે આઇપીસી ૩૦૪/૩૮૪/૩૫/ ૩૮૭/૧૨૦(બી)/૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે, ડૉ. રાજેન્દ્ર રથવીની પત્ની યોગિતાબેન તથા તેમનાં પિતા લક્ષ્મણભાઇ, યોગિતાબેનનાં સંબંધી વગેરેએ ડૉ. રાજેન્દ્ર રથવીની હત્યા કરવા માટે જે તે વખતે સોપારી આપીને તેમના નોકરીનાં સ્થળે રેકી કરાવી હતી. આ બાબત હોસ્પિટલનાં સી.સી. ટી.વી.માં કેદ થઇ હતી. હોસ્પિટલમાં સ્ટાફનાં ધ્યાને આવતાં તેમની સતર્કતાથી કોઈ નુકસાન થઇ શક્યું નહોતું પણ સી.સી. ટી.વી.માં બે આરોપીઓની શંકાસ્પદ હીલચાલ કેદ થઇ હતી. આરોપીઓએ આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા આગોતરી જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી કરી બંને પક્ષોની રજૂઆતો સાંભળી સરકારી વકીલ એમ.ડી. પંડચાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓની અરજી નામંજૂર કરી હતી.