Gujarat

પાટણમાં તમાકુ નિયંત્રણ સેલે અચાનક પાનના ગલ્લા પર રેડ કરી

પાટણ
પાટણ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અંતર્ગત જિલ્લા સ્કવોડ દ્વારા પાન પાર્લરોમાં આકસ્મિક રેડ કરવામાં આવી હતી. તેમજ ૧૨ કેસમાં રૂ. ૪૧૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટીની ત્રિમાસિક મીટિંગ કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ દંડની કાર્યવાહી કરવા જણાવાયું હતું. જિલ્લા કલેક્ટર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.એ.આર્યના માર્ગદર્શન હેઠળ પાટણ ખાતે વિવિધ જગ્યાએ આવેલા પાન પાર્લરોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ના કાયદાની અમલવારી થાય તેમજ જનજાગૃતિ આવે તે માટે જિલ્લા સ્કવોડ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં ૧૨ કેસ કરી રૂ. ૪૧૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

Opium-cultivation-between-chickpea-and-wheat-crops.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *