Gujarat

પાટણમાં બહારથી યુવતીઓ બોલાવી ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર ચલાવાતા દરોડા

પાટણ
પાટણ જિલ્લા પોલીસવડાએ પાટણ જિલ્લાનાં અને શહેરમાં દારૂ અને અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે લોકોને કરેલી અપીલનાં ભાગરૂપે કોઇ જાગૃત નાગરિકે પાટણ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને તિરૂપતિ માર્કેટની ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર કરાવાતો હોવાની તથા દારૂનો ધંધો ચાલતો હોવાનું જણાવ્યું હતું. બાતમીના આધારે પોલીસે રેડ કરતા રૂમ નંબર ૫૦૫માંથી મુંબઇ અંધેરીની રહીશ, પશ્ચિમ બંગાળનાં ૨૪ પરગણાની એક યુવતી, રૂમ નં.૫૦૬માંથી પાટણ પંથકનો એક પુરુષ અને અમદાવાદની એક યુવતી તથા રૂમ નં. ૫૦૭માંથી મૂળ ઓરિસ્સાની અને હાલ અમદાવાદ રહેતી અન્ય એક યુવતી મળી આવી હતી. પોલીસે આ ગેસ્ટહાઉસનાં સંચાલક સામે બહારથી છોકરીઓ બોલાવીને દેહવ્યાપાર કરાતો હોવાથી તેમની સામે તે અંગેની કાલમો મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગેસ્ટહાઉસનું રજિસ્ટર ચેક કરતાં તેમાં છેલ્લે તા. ૯-૫-૨૦૨૨ સુધીની ગ્રાહકોની એન્ટ્રી કરી હતી.પાટણ શહેરનાં બગવાડા દરવાજા વિસ્તારમાં તિરૂપતિ માર્કેટનાં પાંચમા માળે આવેલા ‘અતિથીનાં બંધન’ ગેસ્ટહાઉસમાં પાટણ એ-ડીવીઝન પોલીસ સ્ટાફે ઓચિંતી રેડ કરતા કુટણખાનું ઝડપાયું હતું. ગેસ્ટહાઉસના રૂમ નં. ૫૦૫, ૫૦૬ અને ૫૦૭માંથી ચાર રૂપલલનાઓ અને બે પુરુષ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે ગેસ્ટહાઉસ સંચાલકની અટકાયત કરીને. ૯૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ યુવતિઓ પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *