પાટણ
પાટણ શહેરના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં મહેંદી મૂકાવવા આવેલી ૩૦થી ૩૫ વર્ષીય મહિલાએ ચેતનાબેનને મહેંદીનો કોન લેવા બહાર બજારમાં મોકલ્યા પછી તેના ભાભીને મુખવાસની પડીકી લેવા ઘરની બહાર મોકલી ઘરમાં તિજાેરીમાંથી સોના- ચાંદીના દાગીના કિંમત રૂ.૩,૭૦,૦૦૦ની ચોરી કરી ભાગી ગઈ હતી. આ અંગે ચેતનાબેને પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણી મહિલા સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ કરતા પીઆઇ એ.સી.પરમારે જણાવ્યું હતું કે હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.પાટણ શહેરના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં મહેંદી મૂકવાનો વ્યવસાય કરતી યુવતીના ઘરે મહેંદી મૂકાવવા ગ્રાહક બનીને આવેલી મહિલાએ મહેંદીનો કોન લેવા યુવતીને બહાર મોકલી મહિલા ઘરમાંથી તિજાેરીમાંથી રૂ.૩.૭૦ લાખના સોના ચાંદીના દાગીના લઈ રફુચક્કર થઈ જતાં યુવતીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.પાટણ શહેરના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી ચેતનાબેન પુજાજી ઠાકોર કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે ઘરે મહેંદી મૂકવાની કામગીરી પણ કરે છે.

