Gujarat

પાટણમાં સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

પાટણ
પાટણમાં રૂની રોડ ઉપર આવેલા એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવની ધામધૂમપર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય પૂજન, અન્નકૂટ દર્શન, કીર્તન ભક્તિ, તથા પાટોત્સવની સમુહ આરતીનું સુંદર આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું અને પૂજ્ય નિર્ગુણ જીવન સ્વામી દ્વારા સત્સંગનો દિવ્ય લાભ આપવામાં આવ્યો હતો. બાપજીના આશીર્વાદ અને પ્રેરણામૂર્તિ સ્વામીની પ્રેરણાથી આ છઠ્ઠા વાર્ષિક પાટોત્સવનું સુંદર આયોજન એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર પાટણ ખાતે ભવ્યાતિભવ્ય કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન હરિભક્તોએ ભજન-કીર્તન તથા અન્નકૂટ દર્શન અને દિવ્ય સભાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પ્રસાદી દરેક હરિભક્તોએ લઈ ભાગ્યશાળી બન્યા હતા. આ પાટોત્સવનું સુંદર આયોજન સાધુ વિવેક પ્રિય દાસ, સાધુ સત્સંગ જીવન દાસજી, સાધુ નિખાલસ સ્વરૂપ દાસજી, તથા પાટણ સત્સંગ મંડળના હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.

The-sixth-annual-Patotsav-of-Swaminarayan-temple-was-celebrated.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *