Gujarat

પાટણમાં ૨ બોગસ ડોક્ટરોને પકડી પાડતી પાટણ પોલીસ

પાટણ
પાટણ શહેરમાં બુકડીથી હર્ષનગર જવાના માર્ગે ઓડવાસની સામે નાકે જાેગમાયા મંદિર પાસે આવેલી એક દુકાન અને આ વિસ્તારમાં આવેલા ખત્રીવાસ પાસે પાટણની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસે ૨ બોગસ તબીબોની ક્લિનિકોમાં રેડ કરી ૨ બોગસ તબીબો ઝડપી પાડ્યા હતા. પોલીસે ૨ બોગસ તબીબો સાથે ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. બંને બોગસ તબીબો કોઇપણ જાતનાં મેડીકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર ભાડાની દુકાન રાખીને દવાખાનું બનાવીને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. પોતાનાં દવાખાનામાં મેડીકલ પ્રેકટીસ કરીને દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહીં હોવા છતાં તપાસીને દવા કરતા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ઇબ્રાહિમભાઇ મહંમદભાઇ શેખ અને જયેશ જયંતભાઈ ખત્રીની અટકાયત કરીને તેની સામે ગુજરાત મેડીકલ પ્રેક્ટીશ્નર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૩૬ મુજબ ગુનો નોંધ્યો હતો.

2-bogus-doctors-rushed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *