પાટણ
ગુજરાત ભરમાં કોરોના અને ઓમિક્રોન કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેને લઈ આરોગ્ય તંત્ર દ્વારા ૧૫થી ૧૮ વર્ષના બાળકોને સુરક્ષિત કરવા માટે રસી આપવામાં આવી રહી છે. ત્યારે શાળામાંથી વેક્સિન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું સ્થળ પર રજીસ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. તો રસી લીધા બાદ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં ૩૦ મિનિટ સુધી રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઘરે જવા દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પાટણ શહેરની આદર્શ સ્કૂલમાં પણ ૯૫૧ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમને વારાફરતી કોવેક્સિન આપવાનું શરૂ કરાયું હતું. સોમવારે રસી લેનારા બાળકોને બીજાે ડોઝ ૨૮ દિવસ પછી લેવાનો રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બે દિવસમાં ૮૧ હજાર ૯૨૧ બાળકોને કોવેક્સિન રસી આપવાનું આયોજન કરાયું છે. રસી લેનારા વી.કે.હાઈસ્કૂલના ધો. ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠાકોર જયેશજી, મહેશભાઈ ભરવાડ અને સુરેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અમે કોરોના અને ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા રસી લીધી છે. અમને કોઈ પ્રોબ્લેમ થયો નથી જેથી બીજા વિદ્યાર્થીઓ પણ રસી લેવી જાેઈએ. ઉપરાંત આદર્શ સ્કૂલની દેસાઈ આયુષીબેને જણાવ્યું હતું કે મેં રસી લીધી છે મને કાંઈ અસર થઈ નથી, બીજા વિદ્યાર્થીઓ પણ રસી લેવી જ જાેઈએ. વી.કે.હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના ૩૪૪ વિદ્યાર્થીઓને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તમામ કિશોરો રસી લેવા તૈયાર છે. શાળાની એક યુવતીએ જણાવ્યું હતું કે કોરોના અને ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા રસી તો લેવી છે, પણ ઇન્જેક્શનની સોઈથી બીક લાગે છે, પરંતુ સ્કૂલમાં આપવાના છે એટલે હિંમત રાખી રસી લેવી પડશે.પાટણ જિલ્લામાં આજે સોમવારથી ૧૫થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ કરાયો છે .જેમાં ૮૦ હજારથી વધુ બાળકોને કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજે આરોગ્ય તંત્રની ટીમો સ્કૂલ, કોલેજમાં પહોંચી હતી. નોંધનીય છે કે પાટણ શહેરની વી.કે.ભુલા હાઈસ્કૂલ ખાતે ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. જેમાં શાળાના ૩૪૪ બાળકોને રસી આપવાની શરૂઆત કરાઈ છે.