Gujarat

પાટણ જિલ્લામાં ૧૦ સ્વસહાય જૂથોને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ. ૨૦ લાખના કેસ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરાયું

પાટણ
આજરોજ દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૨૦ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પાટણના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મંત્રી ઉદ્યોગ,લઘુ,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર,ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકાર ધ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ થઇ રહ્યુ છે, દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અનેક મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આર્ત્મનિભર બની રહી છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૧૦ સ્વસહાય જૂથોને ૨૦ લાખ રૂ. ની લોન આપવામાં આવી હતી. કુલ ૧૦ સ્વસહાય જૂથોને કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણ જિલ્લાનાં પાટણ, સમી, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનો સમાવેશ થાય છે.ગુજરાત લાઈવલીહુડ કંપની દ્વારા પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૧૧માં શરૂ થયેલ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના મારફતે આજે અનેક જરૂરિયાતમંદ મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આર્ત્મનિભર બની છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન એવાં ઉદ્યોગ,લઘુ,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર,ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર બળવંતસિંહ રાજપૂતે લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે, જે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે અને સ્વસહાય જૂથોને જે લાભ આપવામાં આવી રહ્યો છે તેની પાછળ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીજીનો દ્રઢ સંકલ્પ જવાબદાર છે. તેઓએ હંમેશા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કંઈ રીતે આગળ વધે તે માટે કાર્ય કર્યું છે. દેશના ગામડાઓનો વિકાસ થાય અને ખાસ કરીને મહિલાઓનો વિકાસ થાય તે મુજબની પરમ પુજ્ય ગાંધીજીની વિચારધારાને આગળ ધપાવવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરિણામે આજે દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ જાેવા મળી રહી છે. રાજ્યના વિકાસ માટે મંત્રી થી લઈને તમામ અધિકારીઓ કામ કરી રહ્યા છે જે તમામને બિરદાવવા જરૂરી બની રહે છે. બહેનોની ભાગીદારી આજે માત્ર ઘર સંભાળવા પૂરતી સિમીત નથી રહી બહેનો દેશના અને દુનિયાના વિકાસમાં પણ ભાગીદાર થઈ રહી છે જે ખુબ ગર્વની વાત છે. સ્વસહાય જૂથો માટે આયોજીત આ કાર્યક્રમમાં ઈ.ચા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, ડી.આર.ડી.એ. નિયામક આર.કે.મકવાણા, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજીભાઈ ઠાકોર, પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ કે.સી.પટેલ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *