Gujarat

પાટણ પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી લઇ જતા, રસ્તામાં વ્યક્તિનું મોત

પાટણ
પાટણના ખલીપુર ગામના ૪૫ વર્ષીય ભુપત ગલાબજી ઠાકોરની તાલુકા પોલીસ કર્મચારીઓ કોઈ ગુનામાં અટકાયત કરી હતી. અટકાયત બાદ લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાંથી જ ભુપત ઠાકોરનું માથાનાભાગે ગંભીર ઇજાઓ સાથે મોત થયું હતું. મોતને લઈ પોલીસ પર અનેક સવાલો ઉઠ્‌યા હતા. પરિવાર સહિત ગ્રામજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરી પોલીસ સામે કાર્યવાહી અને યોગ્ય ન્યાયની માંગ કરી આક્રોષ વ્યક્ત કર્યો હતો. એલસીબી, સહિત પોલીસનો કાફલો, રાજકીય નેતાઓ, પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્ય સિવિલ હોસ્પિટલમાં પી.એમ. સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ અંગે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પોલીસના સાત જેટલા કર્મચારીઓ ભુપત ઠારોરની અટકાયત કરીને લઈ ગયા હતા. રસ્તામાં માથું છુંદાઇ ગયેલી હાલતમાં મૃતદેહ લઈને આવ્યા હોવાનું ગામલોકો કહી રહ્યા છે. જેથી પોલીસે આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધીને સમગ્ર હકીકત સામે આવે અને પરિવારને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા માટે મેં પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે. ખલીપુર ગામના સરપંચ રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા ગામના વ્યક્તિનું જે રીતે મોત થયું છે. જેને લઇ પોલીસે શંકાના દાયરામાં આવી રહી છે. આ ભાઈનું મોત કઈ રીતે થયું છે. તે પોલીસ દ્વારા બહાર લાવવામાં આવે અને સમગ્ર સાચી હકીકત જણાવવામાં આવે માટે અમારી માંગણી છે. જે પણ લોકોની બેદરકારીથી ઘટના બની હોય તેમની સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. જાે આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે કલેક્ટર કચેરીમાં ધરણાં કરીશું. પાટણના ખલીપુર ગામમાં રહેતા એક વ્યક્તિની પોલીસે કોઇ ગુનામાં અટકાયત કરી હતી. જાેકે, પોલીસ અટકાયત કરીને લઇ જઇ રહી હતી તે દરમિયાન વયક્તિનું મોત થતાં ગ્રામજનોમાં પોલીસ સામે આક્રોશ ફેલાયો છે. મોત કઇ રીકે થયુ તે બાબતે પોલીસે ખુલાસો ન આપતાં ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Death-of-a-person-on-the-road.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *