Gujarat

પામોલીન તેલમાં ભાવમાં ડબ્બે રૂા. ૧૭૫નો ઘટાડો થયો

રાજકોટ
તહેવારો પૂર્વે જે પામોલીન તેલ નો ભાવ ૨૦૫૦ થી વધુ હતો તે હાલ ઘટીને રૂપિયા ૧૯૨૦ ૧૯૨૫ પર આવી પહોંચ્યો છે. પામોલીન તેલમાં તહેવારો પૂર્ણ થવાના કારણે માંગમાં ઘટાડો થયો છે. જેના કારણે ડબ્બે રૂપિયા ૧૫૦ થી ૧૭૫ નો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સોયાબીન તેલમાં પણ ડબ્બે રૂપિયા ૫૦ નો ઘટાડો નોંધાયો છે જ્યારે કે કપાસિયા તેલમાં રૂપિયા ૧૫ નો ઘટાડો નોંધાયો છે. કેસનફ્લાવર તેલમાં રૂપિયા ૨૦ થી ૩૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે સિંગતેલમાં રૂપિયા ૩૦ થી ૪૦ નો વધારો જાેવા મળ્યો છે. રજાના માહોલના કારણે સિંગતેલની મિલો બંધ હોવાના કારણે ભાવમાં વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ત્યારે આગામી ૧૫ દિવસથી ૩૦ દિવસમાં નવી મગફળીની આવક શરૂ થતા સિંગતેલના ભાવમાં આગામી એક મહિના બાદ સારો એવો ઘટાડો જાેવા મળી શકે છે.તહેવારો પૂર્ણ થતા ખાદ્યતેલોના ભાવમાં મોટા પાયે વધઘટ જાેવા મળી છે. જ્યાં પામોલીનના ભાવમાં ડબ્બે રૂ.૧૭૫નો ઘટાડો થયો છે. જયારે સિંગતેલના ભાવમાં ૫૦નો વધારો નોંધાયો છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *