વડોદરા
સતત બીજા વર્ષે પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવાની તક મળી છે. પારૂલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ફેકલ્ટીના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની જાેડીએ આખા વર્ષ દરમિયાન તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે રાષ્ટ્રની સેવા કરવાના તેમના જુસ્સાને કારણે બળવાન બની છે. કેડેટ સિદ્ધરાજસિંહ ઝાલા અને કેડેટ અમન કપૂર દિલ્હી ખાતે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યોજાનાર કૂચ કરવા માટે પસંદગી પામ્યા છે. એર વિંગ એનસીસીના કેડેટ હોવાને કારણે વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાંથી અન્ય એનસીસી કેડેટ્સ સાથે મળીને પરેડમાં ભાગ લેશે. કેડેટ સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ ભવ્ય પરેડનો ભાગ બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું મારા તમામ માર્ગદર્શકોનો ખરેખર આભારી છું કે જેમણે મને મારા રાષ્ટ્રની સેવા કરવાના મિશન સાથે દરરોજ જાગવામાં મદદ કરી છે અને મારા કરતા મહાન છે તે બાબતનો ભાગ બનવું એ એક લહાવો છે અને મને પ્રોત્સાહિત કરવા બદલ હું પારૂલ યુનિવર્સિટીનો આભારી છું જેના કારણે આક્ષણ શક્ય બની છે.યુવાનોમાં રાષ્ટ્ર સેવાની સાચી ભાવના કેળવવી પારૂલ યુનિવર્સિટીના આર્મ્ડ ફોર્સીસ સેલના મુખ્ય મૂલ્યો પૈકીનું એક છે. આ એજન્ડાને કારણે યુનિવર્સિટીએ તેના એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસને રાષ્ટ્રીય સેવા માટે ગૌરવના વાતાવરણમાં ફેરવી દીધું છે. તાજેતરમાં ૨૬ જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત ગણતંત્ર દિવસ પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પારૂલ યુનિવર્સિટીના બે કેડેટ્સની પસંદગી કરાઇ છે. વિદ્યાર્થીઓની સવારની પ્રેક્ટીસથી લઈને પ્રખ્યાત નિષ્ણાતો સાથેના તેમના સત્રો સુધી, પારૂલ યુનિવર્સિટીનું આર્મ્ડ ફોર્સીસ મોટિવેશનલ સેલ કોઈપણ સંભવિત ક્ષમતામાં રાષ્ટ્રની સેવા કરવા માટે યુવાનોને પ્રજ્વલિત કરતી વખતે જરૂરી શિસ્ત, નેતૃત્વના ગુણો પ્રદાન કરવા માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યું છે.
