પાલનપુર
પાલનપુર તાલુકાના મોટાગામમાં શેખલિયા પરિવારમાં અતુલ કુમારના લગ્ન હતા જેને લઈ અતુલના મોટાભાઈ સુરેશભાઈએ ભાઈના લગ્ન ધામધૂમથી કરવા માટે ઘોડીનું નક્કી કર્યું હતું જાેકે ગામલોકોને આ બાબતની જાણ થતા જ રવિવારે બેઠક મળી હતી અને આ મુદ્દો ચર્ચાયો હતો અને પરંપરાગત જે રીતે પ્રસંગો કરવામાં આવે છે તેવી રીતે જ પ્રસંગ કરવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી જાેકે બેઠકમાં સુરેશભાઈએ આ પ્રકારનું લેખિત માગતા કોઈએ જવાબો આપ્યા ન હતા અને ઉભા થઈ જતા રહ્યા હતા. જાેકે સુરેશભાઈએ પોતાના પરિવાર અને આગેવાનો સાથેવાત કરતાં અંતે ઘોડી લાવવાનું કેન્સલ કરાયું હતું. ગામમાં ગામની વચ્ચોવચ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીજે બેન્ડ સાથે વરઘોડો નીકળ્યો હતો જાેકે પરિવારના કેટલાક સભ્યો એ માથે સાફા પહેર્યા હતા. જેને લઇ મોટા ગામના કેટલાક યુવાઓએ હુરિયો બોલાવ્યો હતો અને પથ્થરો ફેંક્યા હતા. આર્મીમેન સુરેશભાઈ એ તુરંત જિલ્લા પોલીસને ધ્યાન દોરતા વધારાની પોલીસ પણ મોટા ગામે પહોંચી ગઈ હતી જાેકે વરઘોડો યોજ્યા બાદ જાન પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં પહોંચી હતી અને સમાજના લોકો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરી હતી. જાેકે પોલીસે બંને પક્ષે સમાધાન કરાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી મહેન્દ્રને ગણપતજી નામના બે યુવકોની ૧૫૧ હેઠળ અટકાયત કરી લોકઅપમાં મૂકી દીધા હતા. પાલનપુર ના મોટા ગામે બે વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બપોર બાદ પરિસ્થિતિ થાળે પડયા બાદ મોટા ગામના કેટલાક લોકોએ પોતાના સ્ટેટસ પર અનુસૂચિત સમાજના લોકોની લાગણી દુભાય તે પ્રકારના વ્હોટ્સએપ સ્ટેટસ મૂકતા વિવાદ સર્જાયો હતો અને સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. મોટા ગામમાં પોલીસ કર્મીઓની હાજરી વખતે જ કેટલાક ટીખળખોર યુવકોએ પથ્થરો વરસાવતા મહેશ લક્ષ્મણભાઈ શેખલીયા નામના યુવકને પગ પર પથ્થર વાગ્યો હતો. જાેકે અન્ય બે જણાને પણ મામૂલી પથ્થરો વાગ્યા હતા.