Gujarat

પાલનપુરના કાણોદર હાઈવે પર રોડ ક્રોસ કરતા પરિવારને બેફામ ગાડી ચાલકે ટક્કર મારતા પતિ-પત્નીના મોત

પાલનપુર
પાલનપુરના કાણોદર હાઈવે ઉપર એક ગાડી ચાલકે ત્રણ રાહદારીઓને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરત જવા નીકળેલા પતિ-પત્નીના મોત થયા છે. જ્યારે મૃતકનો ભાઇ ગંભીર રીતે ઘાયલ થયો છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામા અકસ્માતનો સીલસીલો યથાવત જાેવા મળી રહ્યો છે. અકસ્માતમાં લોકો એક બાજુ જીવ ગુમાવી રહ્યા છે. જેમાં કાણોદર હાઇવે ઉપર પૂર ઝપટે અમદાવાદ તરફથી આવી રહેલી એક ગાડીએ પરિવારને ટક્કર મારતા પતિ-પત્નીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે એક અન્ય વ્યક્તિને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મરણ જનાર હાર્દિકભાઈ તથા તેમની પત્ની મિત્તલ અને તેમના ભાઈ તેમના પિતા સાથે એમ ચારેય જણ સુરત જવાના નીકળેલા હતા. તે દરમિયાન કાણોદર હાઇવે પર ગાડીની લાઈટ રીપેરીંગ કરવા આવેલા તેમની ગાડી કાણોદર હાઇવે પર આવેલી સ્વાદ હોટલ પાસે મૂકી હાર્દિકભાઈ તેમની પત્ની પિતા અને ભાઈ સાથે જમવા જતા જે દરમિયાન ટ્રાફિક હોવાના કારણે તેઓ ચારેય જણ ડિવાઈડર ઉપર ઉભા હતા. જે દરમિયાન અમદાવાદ તરફથી એક પૂરઝડપે આવી રહેલી ગાડી હાર્દિકભાઈ ના પરિવારને ટક્કર મારતા હાર્દિકભાઈ તેમ જ તેમના પત્ની મિતલબેન અને તેમના ભાઈ ગંભીર ઈજાઓ પહોંચાડી ગાડી (જીજે-૦૧-આરઈ-૫૬૧૬)નંબરનો ચાલક ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચી ઇજાગ્રસ્ત હાર્દિકભાઈ અને તેમના પત્ની મિતલબેન અને તેમના ભાઈ જતીનભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જાેકે, હાર્દિકભાઈ અને તેમના પત્ની મિતલ બેનને ગંભીર ઇજાઓ પહોંચતાના કારણે પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું અને જતીનભાઈની હાલત ગંભીર હોવાના હોવાથી તેમણે સારવાર અર્થ પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મુર્તક હાર્દિકભાઈ અને તેમના પત્ની મિતલબેનને પીએમ અર્થ પાલનપુર સિવિલ ખાતે ખસેડી ગાડી પોલીસે ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *